Western Times News

Gujarati News

૧૦૦ કરોડના સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવકનો UPSCમાં 683મો રેન્ક

Social Media Photo

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનાર રિંકૂ સિંહને સાત ગોળીઓ મારી હતી જેમાં તેણે આંખ ગુમાવી હતી

(એજન્સી) મેરઠ, ભ્રષ્ટાર વિરૂધ્ધ લડાઈ લડનારા રિંકૂ સિંહે જબ્બર આત્મવિશ્વાસથી સફળતા પ્રાપ્ત કરી શકાય એ બાબત સાકાર કરી બતાવી છે. રિંકૂ સિંહે નક્કી કર્યું કે તે આગળ વધવા માંગે છે. Rinku Sinh Rahi who exposed Rs 100 crore scholarship scam ranks 683rd in UPSC Exam.

અને પછી તેમને ના તો માફિયા રોકી શક્યા અને ના તો માફિયાઓની સાત ગોળીઓ રોકી શકી. ૨૦૦૭ બેચના પીસીએસ અધિકારી રિંકૂ સિંહ રાહીએ (Rinku Sinh Rahi) વર્ષ ૨૦૦૯માં ૧૦૦ કરોડ રુપિયાના સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડ ઉજાગર કરીને રિંકૂ સિંહે માફિયાઓની દુશ્મની વ્હોરી લીધી હતી.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનાર રિંકૂ સિંહને સાત ગોળીઓ મારવામાં આવી હતી, જેમાં તેમણે પોતાની એક આંખ ગુમાવવી પડી હતી અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સાંભળવામાં પણ સમસ્યા થતી હતી. પરંતુ તેમના ઈરાદા દ્રઢ હતા. તેઓ હિંમત નહોતા હાર્યા. તેમણે યુપીએસસીની તૈયારીઓ ચાલુ રાખી. આ વર્ષે તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ૬૮૩મો રેન્ક મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં રિંકૂ સિંહની પોસ્ટિંગ મુઝફ્ફરનગરમાં સમાજ કલ્યાણ અધિકારીના પદ પર થઈ હતી. આ દરમિયાન તેમણે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. માફિયાએ પીસીએસ અધિકારી પર હુમલો કરવા માટે આઠ લોકોને મોકલ્યા હતા. તેમાંથી ચાર આરોપીઓને ૧૦ વર્ષની સજા થઈ હતી. રિંકૂ સિંહે જ્યારે કૌભાંડ ઉજાગર કર્યો ત્યારે તેમની ઉંમર ૨૬ વર્ષ હતી.

રિપોર્ટ અનુસાર, અત્યારે તેમની ઉંમર ૪૦ વર્ષ છે. તેઓ જણાવે છે કે, જ્યારે મને પરેશાન કરવામાં આવી રહ્યો હતો ત્યારે હું વ્યવસ્થા સામે નહોતો લડી રહ્યો, વ્યવસ્થા મારી સાથે લડી રહી હતી. હું હોસ્પિટલમાં ચાર મહિનાઓ સુધી રહ્યો. મેડિકલ પર મારી રજાઓ હજી સુધી મંજૂર કરવામાં નથી આવી.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે મને સમાજવાદી પાર્ટીની સરકારમાં માનસિક રોગીઓના વોર્ડ સુધી મોકલવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં સરકાર કોઈની પણ હોય, મારી મુશ્કેલી ઓછી નથી થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.