Western Times News

Gujarati News

RISC-V ટેસ્ટિંગ કરાવવા સેમ્પલ ચીન મોકલવું પડતું હતું તે હવે LD કોલેજમાં થશે

LDCE (લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ) અને ઇન્વર્સ સેમિકન્ડક્ટર કંપની વચ્ચે એમઓયુ સંપન્ન..

હાઈ અને RISC-V ટેસ્ટિંગ લેબ પ્રસ્થાપિત કરવા એમ.ઓ.યુ કરાયુ

અમદાવાદ સાયન્સ સિટી ખાતેની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ઇન્વર્સ  સેમિકન્ડક્ટર કંપની વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં હાઈ અને RISC-V (Reduced Instruction Set Computer) ટેસ્ટિંગ લેબ પ્રસ્થાપિત કરવા હેતુ થી આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગ લેબ આઇ.ટી.એમ ચેન્નઈ ના સહયોગથી કાર્યરત થશે. શ્રી રાજેશ ત્રિપાઠી ની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ પ્રકારનું ટેસ્ટિંગ કરાવવા સેમ્પલ ચીન મોકલવું પડે  છે. પરંતુ હવે  આ એમઓયુ થકી RISC-V ગુજરાતમાં ઉપલબ્ધ બનશે . આમ હવે આપણે ઝડપભેર આત્મનિર્ભર ભારત તરફ ગતિ કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.