Western Times News

Gujarati News

અકસ્માત બાદ પ્રથમ વખત જોવા મળ્યો રિશભ પંત

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટર રિશભ પંત હાલમાં મેદાનની બહાર છે. ગત ડિસેમ્બરમાં તેની કારનો અકસ્માત થયો હતો અને તેમાં તેનો જીવ માંડ-માંડ બચ્યો હતો.

મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેણે પ્રથમ વખત પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર મૂકી છે.

આ તસ્વીરોમાં રિશભ પંત ઘોડીના સહારે ચાલવાનો પ્રયાસ કરતો જાેવા મળી રહ્યો છે. આ પ્રથમ પ્રસંગ છે જ્યારે રિશભ પંત અકસ્માત બાદ પોતાના પગ પર ઊભો રહ્યો છે. જાેકે, હજી પણ કોઈ મદદ વગર ચાલવું થોડું મુશ્કેલ છે કેમ કે ઘોડીની મદદથી તે સીધા ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

રિશભ પંતે સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો પોસ્ટ કરતા લખ્યું છે કે, એક ડગલું આગળ, એક ડગલું મજબૂત, એક ડગલું શાનદાર. પંતે આ તસ્વીરો પોસ્ટ કર્યા બાદ તેના ચાહકો અને ફેન્સ ભાવુક બની ગયા હતા. તેના ફેન્સે તેના ઝડપથી સાજા થવાની કામના કરી હતી.

નોંધનીય છે કે પંત ગત વર્ષના અંતમાં ૩૦ ડિસેમ્બરે સવારે પોતાની કાર લઈને પરિવારજનોને સરપ્રાઈઝ આપવા માટે દિલ્થી રૂડકી જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેની કારનો અકસ્માત થયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી અને બાદમાં તેમાં આગ લાગી ગઈ હતી.

જાેકે, આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પહેલા તેને દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેને એરલિફ્ટ કરીને મુંબઈ લાવ્યું હતું. જ્યાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી.

જાેકે, રિશભ પંતને સંપૂર્ણ પણે ફિટ થવામાં હજી ઘણો સમય લાગશે. તેથી તે ક્રિકેટના મેદાનમાં ક્યારે પરત ફરશે તે નક્કી નથી. જેના કારણે તે આઈપીએલ અને આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારો વન-ડે વર્લ્ડ કપ પણ ગુમાવે તેવી શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.