ઋષભ શેટ્ટીનો સિતારો ચમક્યો, મહાન યોદ્ધાની ભૂમિકા મળી
મુંબઈ, કન્નડ ફિલ્મના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની કાંતારાને દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. હિન્દી ભાષામાં આ ફિલ્મ સાઉથ જેટલો જ પ્રેમ મળ્યો હતો.
કાંતારાની સફળતા બાદ હવે ઋષભ શેટ્ટી વધુ એક પાન ઇન્ડિયા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની અપકમિંગ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા ઋષભ શેટ્ટી એક પાન ઇન્ડિયા ફિલ્મમાં શિવાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે.ઋષભ શેટ્ટીએ એક્સ પર પોતાની અપકમિંગ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે.
આ પોસ્ટર શેર કરતા તે પોતાની પોસ્ટમાં લખે છે. અમને આ રજૂઆત કરતા ખૂબ જ ગર્વ અને ખુશીનો અનુભવ થઈ રહ્યો છે.તેઓ આગળ લખે છે કે, આ માત્ર એક ફિલ્મ નથી – એક યોદ્ધાના સન્માનમાં એક યુદ્ધ ઘોષ છે.
જેને તમામ અવરોધો સામે લડાઈ લડી, શક્તિશાળી મુઘલ સામ્રાજ્યની તાકાતને પડકાર આપ્યો અને એવી વિરાસત બનાવી જેને ક્યારેય ભુલાવી શકાય નહીં. એક મેગ્નમ ઓપસ એક્શન ડ્રામા માટે તૈયાર થઈ જાઓ, જે એક અલગ સિનેમા અનુભવ છે.
કેમ કે અમે છુપાયેલી વાર્તાને ઉજાગર કરવાના છીએઋષભ શેટ્ટીની આ ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭માં રિલીઝ થશે. સંદીપ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ફર્સ્ટ લૂકને દર્શકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. જો સંદીપ સિંહની વાત કરીએ તો તેણે ઘણી શાનદાર ફિલ્મનું નિર્દેશન કર્યું છે.SS1MS