Western Times News

Gujarati News

પીએમની રેસમાં સામેલ ઋષિ સુનકે લંડનમાં ભારતીય મૂળના લોકો અને પત્રકારો સાથે મુલાકાત કરી

લંડન, બ્રિટનના નવા પ્રધાનમંત્રી મળવાના છે. પીએમની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પણ છે. સુનક હાલ પોતાની પોલિસી અને નીતિઓનો પ્રચાર કરી રહ્યાં છે. આજે સુનક પ્રચાર પ્રવાસ દરમિયાન લંડનમાં સ્ટેનમોરની મુલાકાતે હતા. ત્યાં તેમણે પત્રકારો અને આમંત્રિત લોકો સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી બનવા માટે સુનકની ટક્કર લિઝ ટ્રસ સાથે છે.

સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના એક સર્વેક્ષણ મુજબ બ્રિટનના સત્તાબહાર થયેલા પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની સરકારમાં કાર્યવાહક વિદેશ સચિવ લિઝ ટ્રસે પોતાના હરિફ ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને ઈલેક્ટોરલ કોલેજની ચૂંટણી ટીવી ડિબેટમાં હરાવી દીધા. પોલસ્ટર ઓપિનિયમના ઉત્તરદાતાઓના ૪૭ ટકા ઉત્તરદાતાઓએ તેમને સાંભળ્યા. ટ્રસે સુનકની સરખામણીમાં ૩૮ ટકા સારું પ્રદર્શન કર્યું.

ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં ૧૧૮ મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં ૧૧૫ મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં ૧૦૧ અને પ્રથમ રાઉન્ડમાં ૮૮ મત મળ્યા હતા.

યુગોવના કન્ઝર્વેટિવ સભ્યોના સર્વેક્ષણમાં સુનકની લોકપ્રિયતા ૬૨ ટકાથી ઘટીને ૩૮ ટકા પર આવી ગઈ. તેઓ આગામી સપ્તાહે મતદાન શરૂ કરશે અને આમ કરવા માટે તેમની પાસે ૨ સપ્ટેમ્બર સુધીનો સમય રહેશે. એવું લાગે છે કે તેમણે આ મતવિસ્તાર સાથે ટ્રસ પર પલટવાર કરવા માટે હજુ સુધી પૂરતો આધાર બનાવ્યો નથી.

ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતના સૌથી મોટા આઈટી કંપનીઓમાંથી એક એવા ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે. અક્ષતા મૂર્તિ બ્રિટનના સૌથી અમીર મહિલાઓમાંથી એક છે. કહેવાય છે કે અક્ષતા મૂર્તિની સંપત્તિ બ્રિટનના મહારાણી એલિઝાબેથ કરતા પણ વધુ છે. સંડે ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જ્યાં ક્વીન એલિઝાબેથની સંપત્તિ ૩૫૦૦ કરોડ રૂપિયા છે ત્યાં અક્ષતાની સંપત્તિ લગભગ ૪૩૦૦ કરોડ રૂપિયા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.