ન્યાયતંત્રનું હૃદય ધબકતું રહે તે માટે મદદરૂપ થવા ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે – કાયદામંત્રી !!
ગુજરાત બાર કાઉન્સિલને રૂપિયા પાંચ કરોડનો ચેક કાયદા મંત્રી ઋષિકેશ પટેલે અર્પણ કર્યાે !!
ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે ગુજરાત બાર કાઉÂન્સલ આયોજીત વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન લોન્ચીંગનો કાર્યક્રમ સકારાત્મક ભાવનાઓ સાથે યોજાઈ ગયો ! Rishikesh Patel Gujarat Bar Council Website
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત સરકારના કાયદામંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે, અનેક મર્યાદાઓ સાથે કાયદાઓનો ઉપયોગ કેવી રીતે થય એ સતત પ્રયત્નો કરીએ છીએ ! ન્યાય તંત્રનું હૃદય કઈ રીતે ધબકતું રહે તે માટે તાલુકા હાઈકોર્ટ સુધી સરકાર તરીકે મદદ કરવા પ્રયત્ન કરીએ છીએ !
ન્યાય ક્ષેત્રને પગભર બનાવવા માટે બધાં પ્રયત્નો કર્યા છે ! સરકાર અનેક કાયદાક રચે છે પણ તેને જીલવાવાળો સમાજ જોઈએ ! અને આ સમાજને જાગૃત કરવાનું કામ અગત્યનું છે ! ગુજરાતના ૧ લાખ ૨૦ હજાર વકીલો તે કામ કરી શકે તેમ છે ! કાયદા મંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે, “વકીલોને અપડેટેડ રાખવાની ભાવના સાથે શ્રી જે. જે. પટેલ અને તેમના સાથીઓએ સમગ્ર ગુજરાત માટે આ કામ કર્યુ છે”!!
તેને આવકારીને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે આઠ હજાર નોટરીઓ બનાવ્યા છે અને બીજા ટૂંક સમયમાં જ નોટરીઓ બનાવાશે”!! આ તબકકે કાયદામંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગુજરાત બાર કાઉÂન્સલને રૂપિયા પાંચ કરોડનો ચેક વકીલ આલમના લાભાર્થે અનુદાન તરીકે આપ્યો હતો ! જે ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન શ્રી જે. જે. પટેલ,
ગુજરાત બાર કાઉÂન્સલના વાઈસ ચેરમેન શ્રી એમ. સી. કામદાર, એકઝીકયુટિવ કમિટીના ચેરમેન શ્રી એન. ડી. પટેલ તથા અન્ય હોદ્દા હોદ્દદારોએ તે સ્વીકાર કર્યાે હતો ! અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં રૂપિયા ૨૪ કરોડ વકીલો માટે ફાળવ્યા છે ! બીજી તસ્વીર ગુજરત સરકારના કાયદા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને બાર કાઉÂન્સલના ચેરમેન શ્રી જે. જે. પટેલ અંગત ગુફતેગુ કરતા દ્રશ્યમાન થાય છે !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દમદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
1 thought on “ન્યાયતંત્રનું હૃદય ધબકતું રહે તે માટે મદદરૂપ થવા ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે – કાયદામંત્રી !!”
Comments are closed.