ટીનએજર્સમાં વધતા જતા અપરાધ-આત્મહત્યાના કિસ્સા આધુનિક સમાજનો આઈનો
તરૂણ સંતાનો માતાપિતા સાથે પેટછૂટી વાત કરતાં ખચકાય ત્યારે…
છેલ્લા ઘણાં સમયથી તરૂણ પેઢીમાં હતાશા-અવસાદના કિસ્સા ઝપાટાભેર વધી રહ્યાં છે. ઘણાં કિશોર-કિશોરીઓએ તીવ્ર અવસાદને કારણે આત્મહત્યા સુધ્ધાં કરી હોવાના બનાવો નોંધાયા છે. તેમની સુસાઈડ નોટ્સમાં ઘણી વખત જાેવા મળ્યું છે કે મમ્મી-પપ્પા, મને માફ કરજાે. પણ હું જિંદગીથી કંટાળી ગયો/ગઈ છું. આવા વખતે આપણને સહેજે પ્રશ્ર થાય કે ઉગતી જુવાનીમાં કોઈ એટલું બધું શી રીતે કંટાળી જાય કે છેક જ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી બેસે.
આના જવાબમાં નિષ્ણાંતો કહે છે કે પ્રત્યેક માતાપિતા પોતાના તરૂણાવસ્થામાં રહેલા સંતાનો સાથે નિયમિત રીતે સંવાદ સાધતા રહે તે અત્યાવશ્યક છે. ટીન એજ સંતાનો સાથેનું માતાપિતાનું વર્તન એવું હોવું જાેઈએ કે તેઓ તેમની સાથે કોઈપણ વાત કરતાં ખચકાટ ન અનુભવે. પરંતુ મોટાભાગે જાેવામાં આવ્યું છે કે બાળકો કિશોરાવસ્થામાં આવ્યા પછી માતાપિતા સાથે ચોક્કસ અંતર જાળવતાં થઈ જાય છે. તે પોતાના મનની વાત તેમની સમક્ષ વ્યકત નથી કરી શકતાં. આ બાબતે મનોચિકિત્સકો એક ઉદાહરણ આપતાં કહે છે કે ઘરકામ કરીને બે છેડા મેળવવામાં ડ્રાઈવર પતિને મદદ કરતી સોનાલીનો તરૂણ પુત્ર નીતિન થોડાં દિવસથી ગુમસુમ રહેવા લાગ્યો હતો. તેનો ખોરાક સાવ ઘટી ગયો હતો. તે તેમની સાથે ખાસ વાતચીત ન કરતો.
એટલે સુધી કે કલાકો સુધી મોબાઈલ જાેતો રહેતો નીતિન હવે ભાગ્યે જ મોબાઈલને અડતો. ઝાઝી શિક્ષિત ન હોવા છતાં સોનાલીને પુત્રના વર્તનમાં આવેલું પરિવર્તન ચિંતિત કરી રહ્યું હતું. આવા વર્તન પછી તરૂણો એ આત્મહત્યા કરી હોવાના બનાવો તેણે પોતાની આસપાસ જ જાેયા હોવાથી તેના મનમાં સતત ફફડાટ રહ્યાં કરતો હતો કે નીતિન પણ ક્યાંક આવું અંતિમ પગલું ન ભરી બેસે. તેણે પતિ સાથે આ બાબતે ચર્ચા કરી ત્યાર બાદ બંનેએ નીતિન સાથે વાત કરવાનો નિર્ણય કર્યો.
જાેકે પ્રારંભિક તબક્કે નીતિન મોઢું ખોલવા તૈયાર ન થયો. છેવટે માતાપિતાએ બહુ સમજાવ્યા પછી તેણે કહ્યું હતું કે તે મુંબઈની કોલેજમાં અભ્યાસ કરવા નથી માંગતો. તેને તેમના ગામની કોલેજમાં અભ્યાસ કરવો છે.
પુત્રની વાત સાંભળીને માતાપિતાને આંચકો લાગ્યો હતો. તેમણે લોહીપાણી એક કરીને કમાવેલા પૈસાથી દીકરાની કોલેજની ફી ભરી હતી. સ્વાભાવિક રીતે જ તેમણે તેની વાત માનવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ તેમના આ ઈન્કારે નીતિનને ઉદાસીની ગર્તામાં ધકેલી દીધો. છેવટે ગભરાયેલી સોનાની પુત્રને પોતાના મૂળ વતનની કોલેજમાં મોકલવા તૈયાર થઈ. સોનાલી કહે છે કે નીતિન અમારી પાસે ક્યારેય બોલ્યો નહોતો કે કોલેજમાં તેની મજાક ઉડાડવામાં આવે છે કે તેને ત્યાં અન્ય કોઈ સમસ્યા થઈ રહી છે. પરંતુ જયારથી તે અમારા મૂળ વતનની કોલેજમાં દાખલ થયો ત્યારથી તે બહુ ખુશ છે.
અમારા મૂળ વતનમાં તે મારી બહેનના ઘરે રહે છે. મારી બહેને મને કહ્યું હતું કે તે હવે સારી રીતે ખાયપીએ છે તે સારી ઉંઘ પણ લઈ રહ્યો છે. અભ્યાસમાં પણ તેનું ચિત્ત ચોંટી રહ્યું છે. સોનાલીએ વધુમાં કહ્યું હતું કે મારી બહેનની આ વાત સાંભળી મને એમ થયું હતું કે નીતિન મારી સાથે ખુલીને વાત ન કરી શકયો તેમાં મારો અને મારા પતિનો જ કાંઈક વાંક હશે. તે નાનો હતો ત્યારથી અમે કદાચ તેની સાથે એવી રીતે નહી વત્ર્યા હોઈએ કે તે અમારી સાથે પેટછૂટી વાત કરી શકે.
મનોચિકિત્સકો પણ સોનાલીની વાત સાથે સંમત થતાં હોય એ રીતે કહે છે કે દરેક માતાપિતાનો પોતાના સંતાનો સાથેનો ભાવનાત્મક સંબંધ એટલો મજબુત હોવો જાેઈએ કે તે તેમની સમક્ષ પોતાનું મન ખુલ્લું મુકી શકે. અને આ કામ તેઓ બાલ્યાવસ્થામાં હોય ત્યારથી જ શરૂ થઈ જવું જાેઈએ. પરંતુ સામાન્ય રીતે જાેવામાં આવ્યું છે કે માતાપિતા સંતાનોને નાનપણથી જ અથવા તો વધારે પડતી છૂટ આપી દે છે કે પછી તેમને કડપમાં રાખે છે. આ બંને સ્થિતિમાં સંતાન તરૂણાવસ્થામાં પ્રવેશ્યા પછી માતાપિતાથી દૂર થઈ જાય છે. તે પોતાની મુંઝવણ તેમની સામે વ્યકત નથી કરી શકતું તેથી હતાશા અવસાદમાં ધકેલાઈ જાય છે.
કેટલાંક તરૂણો ખોટી સોબતને કારણે તો કેટલાંક નિરાશાને પગલે ધુમ્રપાન, આલ્કોહોલ, ડ્રગ્સને રવાડે ચડી જાય છે. અવસાદની ગર્તામાં ધકેલાઈ ગયેલા કિશોર-કિશોરીઓ આત્મહત્યા કરવા જેવું અંતિમ પગલું ભરી બેસે છે. જયારે કેટલીક વખત તરૂણાવસ્થામાં પ્રવેશેલા સંતાનોના માતાપિતા એમ માની બેસે છે કે હવે તેઓ મોટા થઈ ગયા છે. તેથી તેમની વાતોમાં ચંચુપાત કરવાનું અયોગ્ય ગણાય. આવી સ્થિતિમાં પણ તેમના સંતાનો ખોટી સોબતમાં પડી જાય ત્યારે તેમને જ ભોગવવાનું આવે છે. બહેતર છે કે પેરન્ટ્સ તેમના ટીન એજ સંતાનોના મિત્રો કેવા છે તેની જાણકારી રાખે.
અને આ કામ તેમની પાછળ ફરીને ન થઈ શકે. વાસ્તવમાં તેમનું પોતાના સંતાનો સાથેનું ભાવનાત્મક જાેડાણ એટલું મજબૂત હોવું જાેઈએ કે તેઓ સ્વયં તેમને પોતાની બધી વાત કરે આવા જાેડાણ માટે તેમણે સંતાનોને પૂરતો સમય આપવો રહ્યો. થોડા સમય પહેલા બનેલા એક આઘાતજનક બનાવમાં એક ર૧ વર્ષીય યુવકે ૧પ વર્ષની તરૂણીના પેટમાં ૧૬ વખત છરી હુલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસ અધિકારીઓએ આ કેસ બાબતે આપેલી માહિતી મુજબ બંનેની મિત્રતા સોશ્યલ મીડિયા પર થઈ હતી. પણ સંબંધિત કિશોરીએ તેના પ્રેમનો અસ્વીકાર કરતાં તેનો ક્રોધ ભભૂકી ઉઠયો હતો ત્યાર પછી તેણે આ રીતે તેની હત્યા કરીને પોતાનો બદલો લીધો.
મહત્વની વાત એ છે કે બંનેના માતાપિતા તેમની મિત્રતાથી અજાણ હતા. આવા કેસો બાબતે વરિષ્ટ પોલીસ અધિકારીઓ કહે છે કે સોશ્યલ મીડિયાનો વ્યાપ વધ્યા પછી લોકો વાસ્તવિક દુનિયા કરતાં વચ્ર્યુઅલ વર્લ્ડમાં જીવતા થઈ ગયા છે. અહીં તેમના મિત્રો હજારોની સંખ્યામાં હોય છે. તેમને પ્રત્યક્ષ સંબંધો સાચવતાં નથી આવડતું. તેથી વચ્ર્યુઅલ મિત્ર દ્વારા મળેલો જાકારો તેઓ સહન નથી કરી શકતાં. આનો સીધો અર્થ એ પણ થયો કે પરિવારજનો પણ તેમના પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપતાં. ખરેખર તો કુટુબીજનોએ બાળકો સાથે મજબૂત ભાવનાત્મક સંબંધો કેળવવા જાેઈએ. જાે માતાપિતા અને અન્ય પરિવારજનો સાથે તેમના સંબંધો મજબુત હોય તો તેઓ આવા સંબંધો અને તેને લગતી મુશ્કેલીઓમાં ન ફસાય.
મનોચિકિત્સકો કહે છે કે માતાપિતાઓએ સંતાનો સાથે વધારે પડતા કડક ન થવું જાેઈએ. આમ કરવા જતા તેમના સંતાનો તેમનાથી દૂર થતાં જાય છે. બહેતર છે કે તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવવામાં આવે. આવી સ્થિતિમાં સંતાનોના મનમાંથી ‘માતાપિતા તેમના વિશે શું ધારશે’નો ભય દૂર થઈ જશે. તેઓ તેમની સાથે મોકળા મને વાત કરી શકશે તેઓ વધુમાં કહે છે કે જે માબાપ સ્વયં ખુશ રહી શકતા હોય તે જ પોતાના સંતાનોને પણ આનંદમાં રાખી શકે. તેથી સૌથી પહેલા તો દરેક માબાપે જ પોતાના માનસિક સ્વાસ્થ્યની કાળજી કરવી રહી.
જાેકે કેટલાંક મનોચિકિત્સકો એમ પણ કહે છે કે સંતાનો સાથે સંવાદ સાધવામાં માત્ર માતાપિતાની જ ભૂમિકા હોય એ જરૂરી નથી. બધો બોજાે તેમના શિરે જ શા માટે હોવો જાેઈએ. જે માબાપ પોતાના બાળકને ઉછેરીને મોટું કરે છે એ સંતાનોએ પણ તેમની સાથે મોકળા મને વાત કરવાની તકેદારી તેમ જ ટેવ પણ રાખવી જાેઈએ. સામાન્ય રીતે મુંઝાયેલા ટીનએજર્સ પોતાનું મન મિત્રો સમક્ષ ઠાલવે છે? પરંતુ તેમના મિત્રો પણ તેમની જ વયના હોવાથી તેમની સમસ્યા શી રીતે ઉકેલી શકે? બેતર છે કે તેઓ પોતાના પેરન્ટસ સમક્ષ જ પોતાની સમસ્યા મુકે.
કદાચ તેઓ કોઈ બાબતે ગુસ્સે કેનારાજ થાય તોય તેમનેમદદ કરવામાંથી હાથ ન ખંખેરે એ વાત ચોકકસ તદુપરાંત તરૂણ પેઢીને સંભાળવામાં શિક્ષકોની ભૂમિકા પણ મહત્વની બની રહે. બાળકો કે તરૂણો ઘર પછી સૌથી વધુ સમય શાળા-કોલેજમાં પસાર કરે છે. તેથી દરેક શાળા-કોલેજમાં પસાર કરે છે તેથી દરેક શાળા-કોલેજમાં કાઉન્સેલર હોવા જ રહ્યા. અલબત્ત, શિક્ષકો-પ્રાધ્યાપકોનો તેમના વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ એવો હોવો જાેઈએ કે ચોકકસ સમસ્યાઓમાં તેમને કાઉન્સેલર સુધી જવાની જરૂર જ ન પડે.
તેમના હાથમાં જ છાત્ર-છાત્રાઓનો એવો માનસિક વિકાસ થવો જાેઈએ કે તેઓ પોતાની સમસ્યા જાતે ઉકેલી લે કે પછી કોઈપણ પ્રકારના ખચકાટ વિના તેમની મદદ લઈ શકે. જાે સ્થિતિ વણસતી જણાય તો શાળા-કોલેજમાં નિયુક્ત કાઉન્સેલરની મદદ લેવી અચ્છો વિકલ્પ લેખાય. તરૂણોને અવસાદમાંથી ઉગારી લઈને અકાળે મોતને ગળે લગાડતી ઘણી જિંદગીઓ બચાવી શકાય.