ઋતુરાજ ગાયકવાડનો સાત બોલમાં સાત સિક્સર સાથે રેકોર્ડ
અમદાવાદ, વિજય હઝારે ટ્રોફીમાં આજના દિવસે ઈતિહાસ રચાયો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં ચાહકોને એક જ ઓવરમાં ૭ છગ્ગા જાેવા મળ્યા. ઋતુરાજ ગાયકવાડની વિસ્ફોટ બેટીંગ જાેઈ સૌ ચાહકો હેરાન થયા હતા એટલું જ નહીં તેણે અહીં રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં બેવડી સદી પણ ફટકારી. ઉત્તર પ્રદેશ વિરૂદ્ધ રમાયેલી મેચમાં મહારાષ્ટ્રની ટીમે પ્રથમ ઈનિંગમાં ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૩૦ રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
સુકાની ઋતુરાજ ગાયકવાડે માત્ર ૧૫૯ બોલમાં અણનમ ૨૨૦ રન ફટકાર્યા. આજની મેચમાં ઋુતુરાજ ગાયકવાડે મેદાનની ચારેકોર ૧૦ ચોગ્ગા અને ૧૬ છગ્ગા ફટકારી ચાહકોને ખુશ કરી દીધા. આ મેચમાં કમાલ ત્યારે જાેવા મળ્યો જ્યારે ૪૯મી ઓવરમાં ઋતુરાજે ઉપરાઉપરી ૭ છગ્ગા માર્યા. ૨૫ વર્ષના ઋતુરાજ ગાયકવાડે ઈનિંગની ૪૯મી ઓવરમાં કુલ ૪૩ રન બનાવ્યા. આમાં ૬ છગ્ગા પણ સામેલ છે. ઉત્તર પ્રદેશ તરફથી ૪૯મી ઓવરમાં બોલિંગ કરી રહેલા શિવાસિંહે ૧ નો બોલ પણ નાખ્યો હતો.
તો ઋુતુરાજે તે બોલમાં પણ છગ્ગો ફટકાર્યો. આવુ કરનારો ઋુતુરાજ ગાયકવાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
• ૪૮.૧ ઓવર – ૬ રન
• ૪૮.૨ ઓવર – ૬ રન
• ૪૮.૩ ઓવર – ૬ રન
• ૪૮.૪ ઓવર – ૬ રન
• ૪૮.૫ ઓવર – ૬ રન (નો-બોલ)
• ૪૮.૫ ઓવર – ૬ રન (ફ્રી-હિટ)
• ૪૮.૬ ઓવર – ૬ રન