રિવર ફ્રંટ વોક વે પરના સિક્યોરિટી ગાર્ડ ફરજ નિભાવવામાં નિષ્ફળ: 11 વર્ષમાં 1869 લોકોએ આત્મહત્યા કરી
સાબરમતી રીવરફ્રન્ટ વોક-વે પરથી કુદી 11 વર્ષમાં 1869 લોકોએ આત્મહત્યા કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી રિવરફ્રંટ દ્વારા સાબરમતી નદીની પશ્ચિમ બાજુ એ કુલ – 18.90 કી.મી. અને પૂર્વ બાજુ એ કુલ – 18.10 કી.મી. એમ બંને કાંઠે કુલ – 37 કી.મી.નો વોક – વે (ચાલવા માટેનો રસ્તો) તૈયાર કરવામાં આવ્યો છે.
રિવર ફ્રંટ વોક વે ઉપર SRFDCL દ્વારા રિવર ફ્રંટની પૂર્વ બાજુએ પ્રથમ શિફ્ટમાં 19, બીજી શિફટમાં 16, અને ત્રીજી શિફ્ટમાં 9 અને પશ્ચિમ બાજુ એ વોક વે ઉપર પ્રથમ શિફ્ટમાં 20, બીજી શિફટમાં 20 અને ત્રીજી શિફ્ટમાં 13 પ્રાઈવેટ એજન્સીના સિક્યુરિટી ગાર્ડ મળી કુલ 24 કલાક એટલે કે દિવસ – 1 માટે (8 કલાકની ઍક શિફ્ટ મુજબ) પૂર્વ રિવર ફ્રંટ વોક વે ઉપર 44 અને પશ્ચિમ રિવર ફ્રંટ વોક વે ઉપર 53 સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે.
સિક્યુરિટી ગાર્ડની જવાબદારી રિવરફ્રંટની મિલકતને નુકશાન ન થાય, રિવર ફ્રંટ વોક વે ઉપરથી કોઈ વ્યક્તિ આત્મહત્યા ન કરે તથા આત્મહત્યા કરવાનો પ્રયાસ ના કરે તે જોવાનું, રિવર ફ્રંટ વોક વે ઉપરથી કોઈ વ્યક્તિ નદીને પ્રદુષિત ન કરે તે જોવાનું છે.
પરંતુ રિવર ફ્રંટ વોક વે ઉપરના સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ અને જવાબદારી નિભાવવવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેમ જ સ્થળ તપાસ કરતાં રિવર ફ્રંટના વોક વે ઉપર 50% જ સિક્યોરિટી ગાર્ડની હાજરી જોવા મળી હતી. તે ઍક તપાસની વિષય છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઉપરોક્ત કુલ 37 કી.મી.ના વોક વે રસ્તા ઉપરથી કોઈ પણ વ્યક્તિ કૂદી આત્મહત્યા કરે કે દુર્ઘટના થાય તે દિશામાં SRFDCL દ્વારા કે AMC દ્વારા કોઈ પણ પ્રકારની નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કાર્યવાહી કે નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે છેલ્લા 11 વર્ષમાં SRFDCL ના વોક વે ઉપરથી નદીમાં કૂદીને ડૂબી આત્મહત્યા કરવાથી 1800 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે.
કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ અને એડવોકેટ અતીક સૈયદ ના જણાવ્યા મુજબ રિવર ફ્રંટ ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આત્મહત્યા કરવાની ઘટનાઑ વધી રહી છે. છેલ્લા 11 વર્ષમાં SRFDCL ના વોક વે ઉપરથી નદીમાં કૂદીને ડૂબી આત્મહત્યા કરવાથી 1869 લોકોના મૃત્યુ થયા છે. 247 મહિલાઓ, 1586 પુરુષો .36 બાળકો મળી કુલ = 1869 લોકોના મૃત્યુ થયા છે.
મૃત્યુ પામેલ નાગરિકોનો આંકડોએ AMC ના SRFDCL ના વિકાસની સાથે નિષ્ફળ સાબિત થયો છે. તેમ જ 466 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં બચાવી લેવામાં આવ્યા છે.રિવરફ્રંટના બંને કાંઠેથી સૌથી નજીક હોય તેવા માત્ર બે ફાયર સ્ટેશન આવેલ છે જમાલપુર ફાયર સ્ટેશન અને શાહપુર ફાયર સ્ટેશન જે રિવર ફ્રંટથી 1.5 કી.મી. દૂર છે તેમ જ નવરંગપુરા ફાયર સ્ટેશન અને સાબરમતી ફાયર સ્ટેશન કે જે રિવર ફ્રંટથી 4 થી 5 કી.મી. દૂર છે.
ઉપરોક્ત ફાયર સ્ટેશનોના ફાયર મેન અધિકારીઓ રિવર ફ્રંટથી રસ્તાનો અંતર દૂર હોવાથી સ્થળ ઉપર પહોયતા સુધીમાં ઓછામાં ઓછો 7 થી 15 મિનિટ લાગે છે . ત્યાં સુધીમાં નદીમાં કૂદી આત્મહત્યા કરનાર વ્યક્તિઓને બચાવી શકાતા નથી. તેમજ સ્થળ તપાસ કરતાં રિવર ફ્રંટ ખાતે દુર્ઘટના થી નદીમાં પડી જતાં લોકોને બચાવી શકાય તે માટે ફાયર વિભાગ – AMC દ્વારા ભરત માંગેલ નામના ફાયર મેનની નિમણૂક રિવર ફ્રંટ ખાતે કરવામાં આવી છે.
તેમ જ નદીમાં ડૂબી આત્મહત્યા કરતાં લોકોને ઘટના સ્થળેથી બચાવી શકાય તે માટે 2 રિવર બોટ આપવામાં આવી છે. પરંતુ કમનસીબે બંને રિવર બોટ બંધ હાલતમાં છે તેમ જ ઉપરોક્ત કાયર મેન ભરત મંગેલ પોતાની ફરજની જગ્યા ઉપર હાજર જણાતા નથી. જે ફાયર વિભાગ અને રિવરફ્રન્ટની નિષ્ફળતા સાબિત કરે છે.
અમદાવાદ સ્માર્ટ સિટી કે SRFDCL દ્વારા આજ દિન સુધી રિવરફ્રંટના 37 કિમી.ના વોક વે ઉપર એક પણ સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો નથી. જેનાથી નદીમાં કે વોક વે રસ્તા ઉપર શું થઈ રહ્યું છે તે સ્થળે લાઈવ દ્રશ્યો જોઈ શકાતું નથી. કરોડો રૂપિયા ખર્ચ કરતી AMC કયા કારણોસર રિવર ફ્રંટ વોક વે ઉપર આજ દિન સુધી એક પણ સીસીટીવી કેમરા લગાવ્યા નથી ? તે ઍક તપાસનો વિષય છે.