‘પિલ’માં ફાર્મા ઈન્ડસ્ટ્રીની પોલ ખોલશે રીતેશ દેશમુખ
મુંબઈ, ટેલિવિઝના નાના પડદાથી દૂર રહેવાનું પસંદ કરતા ફિલ્મ સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કરવામાં ખચકાટ અનુભવતા નથી. આ યાદીમાં હવે રીતેશ દેશમુખનો પણ સમાવેશ થયો છે. ‘હે બેબી’, ‘ટોટલ ધમાલ’ અને ‘એક વિલન’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં મહત્ત્વનો રોલ કરનારા રીતેશે ઓટીટી પ્લેટફોર્મ પર આગમન કર્યું છે.
તેમની પહેલી વેબ સિરીઝ ‘પિલ’ ૧૨ જુલાઈથી સ્ટ્રીમ થવાની છે, જેમાં ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા ગોરખધંધાની પોલ ખોલવામાં આવશે. રીતેશની પહેલી વેબ સિરીઝ જિયો સિનેમા પર સ્ટ્રીમ થવાની છે. તેનું મોશન પોસ્ટર તાજેતરમાં શેર કરવામાં આવ્યું હતું.
આ પોસ્ટરમાં રીતેશના કેરેક્ટર અને સ્ટોરીની ઝલક જોવા મળે છે. ફાર્માસ્યુટિકલ સેકટરમાં ચાલતા ગોરખધંધા તથા અનૈતિક કામગીરીઓની પોલ ખોલવા માગતા વ્હિસલ બ્લોઅરનો રોલ રીતેશે કર્યાે છે. રોની સ્ક્‰વાલાના પ્રોડક્શન હાઉસે બનાવેલી આ સિરીઝમાં સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ જોવા મળશે. રીતેશ દેશમુખ છેલ્લે મરાઠી ફિલ્મ વેદમાં જોવા મળ્યા હતા.
‘પિલ’ ઉપરાંત અજય દેવગન સાથે ‘રેઈડ’માં પણ રીતેશ દેશમુખ છે. સોનાક્ષી સિંહા સાથેની ‘કાકુડા’માં રીતેશનો મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ ૧૨ જુલાઈએ ઝી૫ પર રિલીઝ થવાની છે. અક્ષય કુમાર અને અભિષેક બચ્ચન સાથે ‘હાઉસફુલ ૫’માં પણ રીતેશ નક્કી હોવાનું કહેવાય છે.SS1MS