Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદીના કાફલાએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો (જૂઓ વિડીયો)

(એજન્સી)અમદાવાદ, ક્કાની ૯૩ બેઠકો માટે તા.૫મીએ મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં સૌથી વિશાળ રોડ શો યોજી પ્રચાર કર્યાે હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઠેર ઠેર વડાપ્રધાનનો સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પણ લોકોની અભિવાદન ઝીલ્યું હતું. સરદાર પટેલ, પંડિત દિનદયાલ ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શો બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો.

શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર એમ્બ્યુલન્સને રસ્તો આપીને આગળ જવા દીધી હતી. આ પહેલા પણ આવી જ ઘટના બની હતી. જેમાં વડાપ્રધાને કાફલો રોકાવીને એમ્બ્યુલન્સને આગળ જવા દીધી હતી. પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૨ કિલોમીટર લાંબો રોડ-શો યોજ્યો હતો.

જેમાં નરોડા ગામથી લઈને બાપુનગર, ખોખરા, જીવરાજ પાર્ક, શિવરંજની, અખબારનગર, સાબરમતી પાવર હાઉસ થઈને ચાંદખેડા પહોંચ્યો હતો.

આ રોડ શોમાં અમદાવાદની ૧૬ વિધાનસભા બેઠક કરવામાં આવી હતી. આ રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જાેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડની બંને સાઇડ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.