Western Times News

Gujarati News

રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી, EDએ આગોતરા જામીન અરજીને પડકારી

નવી દિલ્હી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટમાં દાવો કર્યો છે કે રોબર્ટ વાડ્રાએ જામીનની શરતોનું પાલન કર્યું નથી.ED challenges Robert Vadra’s anticipatory bail in money laundering case

EDના વકીલે કહ્યું કે તેઓ જામીનની શરતોના ઉલ્લંઘનના કેસમાં કોર્ટમાં વધારાનું સોગંદનામું દાખલ કરશે. દિલ્હી હાઈકોર્ટે આ માટે EDને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલે હવે સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે.

હકીકતમાં, દિલ્હી હાઈકોર્ટ ૧ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને પડકારતી EDની અરજી પર સુનાવણી કરી રહી હતી. રોબર્ટ વાડ્રાને આગોતરા જામીન આપતી વખતે ટ્રાયલ કોર્ટે આદેશ આપ્યો હતો કે તેઓ પૂર્વ પરવાનગી વિના દેશ છોડવાનું ટાળે છે. આ ઉપરાંત તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવતા વાડ્રાને તપાસમાં ભાગ લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

EDએ અગાઉ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે વાડ્રાની કસ્ટડીમાં પૂછપરછ કરવા માંગે છે અને આરોપ મૂક્યો હતો કે આ કેસમાં નાણાંની લેવડદેવડ સીધી વાડ્રા સાથે સંબંધિત છે. એજન્સીએ એવી પણ દલીલ કરી હતી કે વાડ્રા તપાસમાં સહકાર આપવા આગળ નથી આવી રહ્યા. જવાબમાં, વાડ્રાના વકીલે EDના આરોપોને નકારી કાઢતા કહ્યું કે રોબર્ટ વાડ્રા તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને જ્યારે પણ તપાસ એજન્સી દ્વારા બોલાવવામાં આવે છે ત્યારે તેઓ પૂછપરછ માટે હાજર થયા હતા.

રોબર્ટ વાડ્રા લંડનના ૧૨, બ્રાયનસ્ટન સ્ક્વેર ખાતે આવેલી પ્રોપર્ટીની ખરીદી સંબંધિત મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે, જેની કિંમત અંદાજે ૧૭ કરોડ રૂપિયા છે. ED PMLA હેઠળના કેસમાં ઘણી તપાસ કરી રહી છે.

રોબર્ટ વાડ્રાના વકીલે EDની દલીલનો વિરોધ કરતા કહ્યું કે એવો એક પણ પ્રસંગ નથી કે જ્યારે તેમણે અસહકાર દર્શાવ્યો હોય. એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા શૂન્ય છે, કારણ કે EDએ કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજાે પહેલેથી જ જપ્ત કરી લીધા છે. ED તપાસનો દોર ચલાવી રહી છે. તેમના દ્વારા કરવામાં આવેલા આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.