Western Times News

Gujarati News

ગાઝા હોસ્પિટલ પર રોકેટથી હુમલો-500થી વધુના મોત

(એજન્સી)નવીદિલ્હી, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ થોભવાનું નામ લઈ રહ્યું નથી. તેમાં અત્યાર સુધીમાં બંને પક્ષના ૪૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને ઈઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે આજે તેલ અવીવ પહોંચી રહ્યા છે. Rocket attack on Gaza hospital – more than 500 dead

પરંતુ તેના પહેલા મંગળવારે એક એવી ઘટના બની કે કર્યા પર પાણી ફરી વળ્યું, મંગળવારે મોડી રાત્રે હમાસે દાવો કર્યો હતો કે ઇઝરાયેલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ૫૦૦ લોકોના મોત થયા છે. હમાસના દાવા પર ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પણ પ્રતિક્રિયા આપી છે.

આ ઘટના પર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિનએ કહ્યું કે આખી દુનિયાએ જાણવું જાેઈએ કે ગાઝામાં બર્બર હુમલો ઈઝરાયેલની સેનાએ નહીં પરંતુ આતંકવાદીઓએ કર્યો હતો. જે લોકો અમારા બાળકોને ર્નિદયતાથી મારી નાખે છે, તેઓ પોતાના બાળકોને પણ મારી નાખે છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, અને રશિયાએ ઈઝરાયેલ – પેલેસ્ટાઈન સંઘર્ષને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલા બાદ બોલાવવામાં આવી છે, જેમાં ૫૦૦થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

સાઉદી અરેબિયા, યુએઈ, બહેરિન, ઇજિપ્ત, જાેર્ડન અને તુર્કીએ ઇઝરાયેલ પર ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં સેંકડો પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા. આ હુમલા બાદ બહેરીને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી છે. અગાઉ આઈડીએફએ માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ પર હુમલા માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે.

દુશ્મનો દ્વારા ઇઝરાયેલ પર ઘણા રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી એક નિષ્ફળ ગયું હતું, જેણે ગાઝાની આ હોસ્પિટલને નિશાન બનાવી હતી. અમારી પાસે ઉપલબ્ધ વિવિધ ગુપ્તચર માહિતી અનુસાર, હોસ્પિટલ પરના આ રોકેટ હુમલા માટે ઈસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.

આ હવાઈ હુમલો મધ્ય ગાઝામાં અલ અહલી હોસ્પિટલ પર થયો હતો. તેને ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ તરીકે બતાવવામાં આવી રહી છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઇઝરાયેલી સેનાએ મંગળવારે રાત્રે અલ અહલી અરેબિક બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ અને અન્ય પેલેસ્ટાઈનીઓ આશરો લઈ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.