Western Times News

Gujarati News

રોકી ભાઈ ફિલ્મ રામાયણમાં રાવણનો રોલ કરે તેવી શક્યતા

મુંબઈ, અત્યારના સમયમાં ઈતિહાસ પર આધારિત ફિલ્મો બનવાનું ચલણ વધી ગયું છે. આટલુ જ નહીં, પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પણ બની રહી છે. રામાયણ હોય કે મહાભારત, તમે તેના પર આધારિત અનેક ટીવી શૉ અત્યાર સુધી જાેયા હશે.

પરંતુ હવે રામાયણ પર આધારિત એક મલ્ટી સ્ટારર ફિલ્મ બનવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રભાત, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરુષ રીલિઝ થવા જઈ રહી છે. આ સિવાય પણ એક ફિલ્મ બનવાની છે જેનું નામ રામાયણ જ રાખવામાં આવશે.

આ ફિલ્મને લગતી મહત્વની જાણકારી સામે આવી છે. નિતેશ તિવારી અને મધુ મંટેનાના નિર્દેશન હેઠળ બનવા જઈ રહેલી ફિલ્મ રામાયણમાં રામ તેમજ સીતાનું પાત્ર કોણ ભજવશે તેની જાણકારી તો સામે નથી આવી, પરંતુ રાવણનું પાત્ર કોણ ભજવશે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, એક્ટર યશ સાથે આ પાત્ર માટે વાતચીત ચાલી રહી છે.

એક્ટર યશ એટલે કે રોકી ભાઈને હવે ઓળખની જરુર નથી. કેજીએફ સીરિઝ પછી યશ માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં દેશભરમાં પોપ્યુલર થઈ ગયો છે. હજી સુધી આ વાતની કોઈ પૃષ્ટિ નથી થઈ શકી. આ સિવાય એક એવી અટકળ પણ ચાલી રહી છે કે રણબીર કપૂરને આ ફિલ્મમાં મહત્વનો રોલ મળી શકે છે. સીતાના રોલ માટે પણ દીપિકા પાદુકોણ સહિતની અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, યશ ઘણું સારું કામ કરવા માંગે છે. તેની પાસે અનેક સ્ક્રિપ્ટ આવી રહી છે, જેમાંથી તેણે ૪-૫ સ્ક્રિપ્ટ ફાઈનલ પણ થઈ છે. તેમાંથી એક નિતેશ તિવારીના ડાઈરેક્શનમાં બનવા જઈ રહેલી રામાયણ છે. યશ ટૂંક સમયમાં ટીમ સાથે મીટિંગ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં મધુ મંટેના અને નિતેશ તિવારીએ જણાવ્યુ હતું કે, અમે રામાયણને પડદા પર ઉતારવા માંગીએ છીએ જેથી આખી દુનિયાના લોકો તેને જાેઈ શકે. ભારતીય સિનેમાનો આ એક મોટો પ્રોજેક્ટ હશે. પ્રોડક્શનનું કામ તો આમ પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે રાવણના રોલ માટે પહેલા હૃતિક રોશનનું સિલેક્શન કરવામાં આવ્યુ હતું, પરંતુ હવે કથિત ધોરણે તે આ ફિલ્મ કરવા નથી માંગતો. વિક્રમ વેધા પછી હૃતિક રોશન નેગેટિવ રોલ કરવા નથી માંગતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.