રોહિત શર્માએ ICCને કહ્યુ, ફાઈનલ અન્ય મેદાનમાં પણ રમાય
લંડન, ભારતીય ટીમ ફરી એકવાર ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. રોહિત શર્માની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૨૦૯ રનથી હાર્યા બાદ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ખિતાબથી વંચિત રહી હતી. જીત માટેના ૪૪૪ રનના રેકોર્ડ લક્ષ્યાંકના જવાબમાં છેલ્લા દિવસે બધાની નજર વિરાટ કોહલી પર હતી પરંતુ સ્કોટ બોલેન્ડે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ઈન્ડિયાની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતુ.
તેણે પહેલા કોહલી અને પછી જાડેજાની વિકેટ લીધી હતી. ભારતે છેલ્લા દિવસે પ્રથમ સત્રમાં જ ૭૦ રનની અંદર જ સાત વિકેટ ગુમાવી દીધી હતી અને બીજી ઈનિંગમાં ટીમને ૨૩૪ રનમાં જ સમેટાઈ ગઈ હતી. હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ICC નારાજ જાેવા મળ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં તેણે ક્રિકેટ ચલાવતી સંસ્થાને સીધો સવાલ કર્યો કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં જ કેમ રમાય છે. આ સાથે તેણે ઈંગ્લેન્ડની યજમાની પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રોહિતે કહ્યું- વર્ષમાં એકમાત્ર જૂન મહિનો નથી જ્યારે ઉ્ઝ્ર ફાઇનલ રમી શકાય, તે ફેબ્રુઆરી, માર્ચમાં પણ રમી શકાય. ઉ્ઝ્ર ફાઈનલ માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં, દુનિયામાં ગમે ત્યાં રમી શકાય છે. ૨૦૨૧માં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં જ યોજાઈ હતી.
ત્યારબાદ સાઉથમ્પટનમાં મેચ રમાઈ હતી. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. મેચના પ્રથમ દિવસે વરસાદના કારણે એક પણ બોલ પણ ફેંકી શકાયો નહોતો. ઈંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૫ની ફાઈનલનું યજમાન પણ છે. ICCએ પહેલા જ આની જાહેરાત કરી દીધી હતી. આગામી વખતે ફાઈનલ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે.SS1MS