Western Times News

Gujarati News

રોહિત શર્માને ખેલાડીઓએ શેમ્પેઇનથી નવડાવી દીધો

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં શાનદાર જીત મેળવીને છવાઈ ગઈ છે. શરુઆતમાં ચાર વિકેટ પડી ગયા પછી રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ કમાન સંભાળીને શાનદાર જીત અપાવી હતી. આ પછી પોસ્ટ મેચ સેરેમની દરમિયાન ખેલાડીઓ એટલા ગેલમાં આવી ગયા હતા કે શાનદાર અંદાજમાં જીતની ઉજવણી કરી હતી.

ભારતીય ટીમ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં મેચ જીત્યા બાદ અલગ જ અંદાજમાં ઉજવણી કરી હતી. જેમાં શિખર અને રિષભ પંતે કેપ્ટન રોહિત શર્માને શેમ્પેઇનથી નવડાવી દીધો હતો. એક તરફ વિનિંગ ટીમની પોટોગ્રાફરીની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યાં તો બીજી તરફ શિખર ધવનના હાથમાં શેમ્પેઇનની બોટલ આવી જતા તેણે રોહિત શર્માને રીતસરનો નવડાવી દીધો હતો.

આ દરમિયાન રોહિત વારંવાર સેમ્પેઈનથી પલડતા થોડો ગુસ્સામાં પણ આવ્યો હતો પરંતુ પછી તે હસી ગયો હતો. ફોટો પડાવ્યા પછી વિરાટ કોહલીએ રોહિત શર્મા તરફથી બદલો લીધો અને શિખર ધવનને શેમ્પેઇનથી નવડાવી દીધો હતો.

વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંતે વનડે ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી છે. ૨૦૧૮માં વનડેમાં ડેબ્યુ કરનારા પંતે પહેલીવાર સદી અને ૨૬ વનડેથી રાહ જાેવાઈ રહી હતી તેનો અંત લાવી દીધો હતો. સદી પણ તેણે એવા સમયે લગાવી કે જ્યારે ટીમને તેની સૌથી વધારે જરુર હતી. ટીમ પહેલા ૯ ઓવરમાં ટોપ ત્રણ બેટ્‌સમેન રોહિત શર્મા, વિરાટ કહોલી અને શિખર ધવનની વિકેટ ગુમાવી દીધી હતી.

જે પછી પંત અને હાર્દિક પંડ્યાએ ૧૧૩ બોલમાં ૧૨૫ રનની પાર્ટનરશીપ કરીને ટીમને શાનદાર જીત અપાવી છે. ઈંગ્લેડન્ડ સામે હાર્દિક પંડ્યા જાણી ખીલી જતો હોય તે રીતે બેટિંગ કરે છે. કોઈ પણ ફોર્મેટ હોય તે કમાલ કરી બતાવતો હોય છે, આ વખતે તેણે ૫૫ બોલમાં ૭૧ રન બનાવ્યા છે. આ પહેલા બોલિંગમાં તેણે ૨૪ રન આપીને ૪ વિકેટ લીધી હતી જે તેના વનડેમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.

આવું પહેલી વખત છે કે તેણે વનડેમાં ૪ વિકેટ લીધી હોય. ટેસ્ટ અને ્‌૨૦માં હાર્દિકનું બેસ્ટ પરફોર્મન્સ આ જ ટીમ સામે છે. જેમાં તેણે ટેસ્ટમાં ૫/૨૮ અને ્‌૨૦ ૪/૩૩ તેનું બેસ્ટ પરફોર્મન્સ છે. કોહલી આ મેચ પછી એક મહિનાના લાંબા બ્રેક પર જઈ રહ્યો છે. પરંતુ આમ છતાં તે આ પ્રવાસને યાદગાર બનાવી શક્યો નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.