રોહિત શર્માની ખેલદિલી: શ્રીલંકન કેપ્ટન ૯૮ રને આઉટ થયો તો પણ રમવા દીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Rohit-Sharma-1024x576.webp)
નવી દિલ્હી, ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો ૬૭ રને શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમ ૩૭૩ રન જેટલો જંગી સ્કોર ખડકીને બોલિંગમાં ઉતરી હતી.
ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં બેટિંગ સરળ લાગતી હતી એટ્લે વિરોધી ટીમ શ્રીલંકા પણ સારું રમી રહી હતી. કેપ્ટન દસુન શનાકાએ સદી ફટકારી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ આવ્યા બાદ ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જાેડીએ સદીની ભાગીદારી કરી હતી.
ગિલ ૭૦ અને રોહિત ૮૩ રન બનાવીને આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલીએ ૧૧૩ રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના શાનદાર યોગદાનને કારણે ભારતે ૩૭૩ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. મેચની આખરી ઓવરમાં થોડો ડ્રામા થયો હતો.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો અને શ્રીલંકન કેપ્ટન દસુન શનાકા ૯૮ રને રમી રહ્યો હતો. જાે કે તે નોન સ્ટ્રાઇકર એન્ડ પર હતો.
ત્યારે શમીએ એક બોલ દરમિયાન શનાકાને ક્રિઝ છોડીને આગળ વધતો જાેઈ માંકડિંગ કરવાનો એટલે કે બોલ ફેંક્યા પહેલા જ રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમ્પાયરે થર્ડ અમ્પાયરને ર્નિણય કરવા માટે મોકલી આપ્યો હતો પણ કેપ્ટન રોહિત શર્માએ ખેલદિલી દર્શાવી હતી. અને સનાકાને નોટ આઉટ અપાવ્યો હતો એટલે કે તેને રમવાનું ચાલુ રાખવા માટે જણાવ્યું હતું.
આ મામલે પછીથી પોસ્ટ મેચ સેરેમની માં મુરલી કાર્તિકે રોહિતને ઘટના વિશે પૂછ્યું હતું ત્યારે રોહિત જણાવ્યું હતું કે દસુન સનાકા સારી બેટિંગ કરી રહ્યો હતો એવા સમયે અમે તેને આ પ્રકારે આઉટ કરવા નહોતા માંગતા. જ્યારે નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલ ક્રિકેટર બોલ ફેંકાયા પહેલા જ ક્રિઝ છોડીને આગળ વધી જાય ત્યારે બોલર તેને રનઆઉટ કરી શકે છે. તેને માંકડિંગ કહે છે.
ક્રિકેટના નિયમો અનુસાર આ કાયદેસર નિયમ છે પણ કેટલાક ક્રિકેટર્સ અને ફેન્સ તેને અયોગ્ય પણ સમજે છે. એ જાે કે વિવાદનો વિષય છે. મેચ પછી રોહિતે વિરોધી ટીમના કેપ્ટનના વખાણ કર્યા હતા કે તે ખૂબ સરસ રમ્યો હતો. એટલું જ નહીં મેચ પૂરી થયા બાદ વિરાટ અને રોહિત બંનેએ શનાકાની પીઠ થાબડી હતી.
આ ભારતીય ટીમના કેપ્ટનની ખેલદિલી દર્શાવે છે. રોહિત શર્માએ પણ આ મેચમાં ODI ફોર્મેટમાં ૯૫૦૦ રન પૂરા કર્યા. તેણે ૨૩૬મી વનડેમાં આ આંકડો પાર કર્યો છે. તે હવે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.
માત્ર એમએસ ધોની, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર હિટમેનથી આગળ છે. જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતના અંગૂઠામાં ઈજા થઈ હતી. તે આખો સમય મેદાનની બહાર રહ્યો હતો.
ટીમની જરૂરિયાત જાેઈને તે ૯માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો. રોહિતે ૨૮ બોલમાં અણનમ ૫૧ રન બનાવ્યા જેમાં ૩ ચોગ્ગા અને ૫ છગ્ગાનો સમાવેશ થાય છે.SS1MS