Western Times News

Gujarati News

રોહિત શેટ્ટી અને જોહ્ન અબ્રાહમ પહેલી વખત એક બાયોગ્રાફીમાં કામ કરશે

મુંબઈ, રોહિત શેટ્ટીની સિંઘમ ળેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ ભલે ધાર્યા મુજબ ન ચાલી, તે ફરી એક વખત એક્શન ડ્રામા સાથે આવી રહ્યો છે. તે એક નવી એક્શન ડ્રામા ફિલ્મ શરૂ કરી રહ્યો છે, જેમાં આ વખતે પહેલી વખત તે જોહ્ન અબ્રાહમ સાથે કામ કરશે, તેઓ મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર રાકેશ મારિયાના બાયોગ્રાફી બનાવી રહ્યા છે.

તેમની આત્મકથા ‘લેટ મી સે ઇટ નાઉ’ પર આ ફિલ્મ બનશે અને એપ્રિલના ૧૮ સુધીમાં તેનું શૂટિંગ શરૂ થશે. રોહિત શેટ્ટીની આ પહેલી બાયોગ્રાફીકલ ફિલ્મ છે.કેટલાંક અહેવાલો અનુસાર ટ્રોમ્બેનાં એસેલ સ્ટુડિયોમાં તેનું શૂટિંગ શરૂ થશે, રોહિત શેટ્ટીએ આ ફિલ્મ માટે ચાર મહિનાનું શીડ્યુલ બનાવ્યું છે.

જૂન મહિનાના અંત સુધી તેનું શૂટિંગ ચાલશે. રોહિત શેટ્ટી પહેલી વખત કોઈ વાસ્તવિક કથાનક પર આધારીત ફિલ્મ બનાવે છે અને આ ફિલ્મનું બજેટ લગભગ ૧૦૦ કરોડનું નક્કિ કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, “રોહિતને હંમેશા વાસ્તવિક કથા સાથે કોપ ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. રાકેશ મારિયાનું જીવન જ એક થ્રિલર ફિલ્મ જેવું છે. તે ઇન્ટેન્સ હોવા છતાં તેમાં ઘણી એવી તીવ્ર કે ઉગ્ર ઘટનાઓ પણ બની છે. તેમની ૧૯૯૩માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના કેસની તપાસથી લઇને ૨૬-૧૧ના હુમલાથી લઇને મુંબઇના અંડરવર્લ્ડ સાથેની તેમની સિદ્ધીઓ ઘણી રસપ્રદ રહી છે.”

સૂત્રએ આગળ જણાવ્યું કે મારિયા અને શેટ્ટી વચ્ચે ઘણાં વખતથી ચર્ચાઓ અને મુલાકાતોનો દોર ચાલે છે. ઓટોબાયોગ્રાફીનો આધાર લેવામાં આવશે, સાથે ફિલ્મમાં એક બાન્દ્રાનો છોકરો કઈ રીતે સુપર કોપ બન્યો તેની વાત, મુંબઈ સાથે તેમનો સંબંધ અને શહેરની સુરક્ષામાં તેમની ભૂમિકા વિશે વાત કરવામાં આવશે.

એવા પણ અહેવાલો છે કે રોહિત અને જોહ્નની આ ફિલ્મ મુંબઈમાં ૪૦ સ્થળો પર શૂટ થશે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ડોંગરી, તાજ મહાલ પેલેસ હોટેલ સહીતના સ્થળોનો સમાવેશ થાય છે.

શૂટના પહેલાં તબક્કામાં મારિયાના શરૂઆતના જીવન પર વધુ ભાર મુકવામાં આવશે. સેટ પર ૧૫૦થી વધુ ક્‰ મેમ્બર્સ કામ કરશે, જેમાં એક્શન કોઓર્ડિનેટર્સ, પ્રોસ્થેટિક્સ એક્સપર્ટ અને રીસર્ચ ટીમનો પણ સમાવેશ થાય છે. એવી પણ ચર્ચા છે કે મુંબઈ એટીએસ હેડક્વાર્ટર્સનો પણ એક સેટ તૈયાર કરવામાં આવ્યો છે.

અગાઉ જોહ્ન અબ્રાહમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે તે રોહિત શેટ્ટી સાથે કોઈ ફિલ્મ કરી રહ્યો છે. “હું આ ફિલ્મ માટે ઘણો ઉત્સાહીત છું. અમારે ઘણા લાંબા સમયથી એકસાથે કોઈ ફિલ્મ કરવી હતી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.