‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ ફિલ્મની સિક્વલ બનાવશે રોહિત શેટ્ટી

મુંબઈ, રોહિત શેટ્ટી તેના કોપ યુનિવર્સને આગળ વધારવાનો પ્લાન કરી રહ્યા છે. તેણે ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મો બનાવી છે.
ત્યારે તાજેતરમાં તેણે પોતાની આ કોપ યુનિવર્સ ળેન્ચાઇઝીને આગળ વધારવાના આયોજન અંગે વાત કરી હતી. રોહિત શેટ્ટીએ ખાતરી આપી છે કે તે રણવીર સિંહની ‘સિમ્બા’ની સિક્વલ બનાવશે. તેણે એવું પણ કહ્યું કે તે અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ની સિક્વલ પણ પ્લાન કરી રહ્યા છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રોહિત શેટ્ટીએ જણાવ્યું, “સિમ્બાનો પણ બીજો ભાગ હશે અને સૂર્યવંશી પણ આગળ વધશે.
બીજા નવા લોકો પણ આવશે. કોપ યુનિવર્સમાં હજુ વધારે ફિલ્મો બનશે. એટલે જ અમે કોપ યુનિવર્સ બનાવ્યું છે.”આ ઇન્ટરવ્યુમાં જ રોહિતે ખુલાસો કર્યાે કે શરૂઆતમાં તેનો કોપ યુનિવર્સ બનાવવાનો કોઈ પ્લાન નહોતો.
તેણે કહ્યું કે ૨૦૧૧માં જ્યારે સિંઘમ બનાવી ત્યારે એ એક આવી મોટી બ્રાન્ડ બનશે એવી કલ્પના પણ નહોતી કરી. તે સિમ્બા લખતા હતા ત્યારે તેને ફિલ્મ એકબીજા સાથે જોડવાનો વિચાર આવ્યો હતો. તેથી અમે આ કોપ યુનિવર્સ મોટું કરવા માટે સૂર્યવંશીમાં અક્ષય કુમારને પણ લાવ્યા.
આ યુનિવર્સમાં દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ પણ જોડાઈ ગયાં છે. આ અંગે રોહિત શેટ્ટીએ જણાવ્યું કે ૨૦૧૯માં એ સૂર્યવંશીનું કામ કરતા હતા, ત્યારે તેને અજય દેવગન, કરીના કપૂર, રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને દીપિકા પાદુકોણને સાથે લઇને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.
તેની ટીમે દીપિકા અને ટાઇગરના નવા પાત્રો લખ્યા અને તેને નવી ધાર આપી. શાહરુખ ખાન અને રોહિત શેટ્ટીએ એકસાથે ‘ચેન્નઈ એક્સ્પ્રેસ’ અને ‘દિલવાલે’ જેવી બે ફિલ્મો આપી છે.
તેમાં ‘ચેન્નઈ એક્સ્પ્રેસ’ તો સારી ચાલી પરંતુ ‘દિલવાલે’ નિષ્ફળ રહી હતી. ત્યારથી તેમની બંનેની વચ્ચે તિરાડ પડી ગઈ હતી. આ અંગે ઘણી ચર્ચા થતી રહી છે. આ ઇન્ટરવ્યુમાં આખરે રોહિત શેટ્ટીએ આ અંગે ખુલાસો કર્યાે છે.
રોહિતે કહ્યું, “ના, આવું કંઈ જ નથી. અમારી વચ્ચે એક રિસ્પેક્ટ છે અને દિલવાલે પછી એવું થયું કે તેના તરત પછી અમે અમારા પોતાના પ્રોડક્શન હાઉસ ખોલી લીધાં. અમે નક્કી કર્યું કે અમે અમારી પોતાની ફિલ્મ બનાવીશું. જો નુકસાન થાય તો અમારું જ થાય, લોસ નહોતો થયો તેમ છતાં.”રોહિતે સ્પષ્ટતા કરી કે દિલવાલે ખાસ નહોતી ચાલી છતાં વિદેશોમાં આ ફિલ્મ ઘણી સારી ચાલી હીચ.
આ ફિલ્મ શાહરુખ અને ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ સાથે રોહિત શેટ્ટીએ અજય દેવગન સાથેની દોસ્તી અંગે પણ વાત કરી હતી. સાથે તેણે દીપિકાના ડેડિકેશનના પણ વખાણ કર્યા હતા.SS1MS