‘જ્યાં સુધી ભાભીજી ઘર પર હૈ રહેશે ત્યાં સુધી હું શોનો હિસ્સો રહીશ: રોહિતાશ ગૌર
1. 8 વર્ષ અને 2000 એપિસોડ એકત્ર પૂર્ણ થયા તે વિશે કેવું લાગે છે?
અમારા બધાને માટે આ વિશેષ અવસર છે, કારણ કે આ ડબલ સેલિબ્રેશન છે. આ ઉચ્ચ સ્પર્ધાત્મક ઉદ્યોગમાં બહુ ઓછા શો સફળતા જાળવી રાખી શકે છે અને ભાભીજી ઘર પર હૈ તેમાં અવ્વલ છે.
હું ચેનલ અને અમારા પ્રોડ્યુસરો સંજય કોહલી તથા બિનાયફર કોહલીનો આભારી છું. તેમણે મારી અંદર વિશ્વાસ રાખ્યો અને મને આ તક આપી છે. આઠ વર્ષ પૂરાં થયાં છે અને હજુ પણ શો ઉત્તમ રીતે ચાલી રહ્યો છે. શોએ મારી કારકિર્દીને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે અને મને વફાદાર ચાહકવર્ગ આપ્યો છે.
2. તારા પાત્ર મનમોહન તિવારીને નામે તને ઓળખવામાં આવે ત્યારે કેવું લાગે છે?
તિવારી તરીકે મારો પ્રવાસ સુંદર રહ્યો છે. આ પાત્ર ઘેર ઘેર ચર્ચિતનામ છે. પાત્ર એટલું સુંદર રીતે નિખરી આવ્યું છે કે લોકો મને રોહિતાશને (Rohitashv Gour (Manmohan Tiwari)) બદલે તિવારીજી તરીકે બોલાવે છે. અમુક વાર લોકો આપકે કચ્છે બનિયાન કી દુકાન કૈસી ચલ રહી હૈ? એવું પણ પૂછે છે (હસે છે). આ અમારા શોની સફળતા અને તેનાં પાત્રોની લોકપ્રિયતા દર્શાવે છે.
હું માનું છું કે ફક્ત તિવારી નહીં પણ આ શોના દરેક પાત્રોએ દર્શકોના મનમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. અનેક અવસરે અમારા ચાહકોએ શો જોઈને તેમના જીવનમાં કેવી ખુશી આવી છે તે વિશ ઉલ્લેખ કર્યો છે. અમુક કિસ્સામાં ઘણા બધા દર્દીઓએ અમને લખીને જણાવ્યું છે કે શોની રમૂજથી તેમના દર્દથી મન વાળવામાં મદદ થઈ છે. મને બહુ આશીર્વાદરૂપ અને આભારવશ લાગે છે.
3. ટીવી પર આવા ફ્લર્ટ કરતા પાત્રમાં તને જોઈને પરિવાર કેવી પ્રતિક્રિયા આપે છે?
ઈમાનદારીથી કહું તો ભારતીય ટેલિવિઝન પર આવું ફ્લર્ટ કરતું પાત્ર ભજવવા માટે હું સંકોચ કરતો હતો. આરંભમાં મને દર્શકોની પ્રતિક્રિયા વિશે ચિંતા હતી. જોકે મારી પત્ની રેખાએ મને ભૂમિકા લેવા માટે મનાવ્યો અને અમે અહીં આવી પહોંચ્યા છીએ. આઠ વર્ષ પછી બે મોટી સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છે.
અમારા ચાહકોની જેમ જ મારો પરિવાર પણ ટેલિવિઝન પર મને જોઈને ખુશ થાય છે. મારી પત્નીએ મારું કામ, ભૂમિકાઓને ટેકો આપ્યો છે અને હંમેશાં મને સાથ આપ્યો છે. તે હંમેશાં મને પ્રેરિત કરે છે. મારી કારકિર્દીમાં મારા સંતાન મારા સૌથી મોટો આધાર અને સમીક્ષક છે. તેમની સલાહ અને સૂચનો મને સારું કામ કરવામાં મદદરૂપ થાય છે.
4. હમણાં સુધીનો તારો સૌથી ફેવરીટ એપિસોડ કયો હતો?
દરેક વાર્તા અજોડ અને હાસ્યસભર છે, જેથી એકની પસંદગી કરવાનું મુશ્કેલ છે. જોકે મારા મનમાં એક એપિસોડ આવે છે જેમાં મેં મદન મોહન તિવારીની ભૂમિકા ભજવી હતી, જે મનમોહન તિવારીનો નાનો હિપ્પી ભાઈ છે. તે મનમોહન તિવારીના પાત્રની સાવ વિરુદ્ધ છે.
મદમ મોહન તિવારી કેઝ્યુઅલ કપડાં, લાંબા વાળ, અજોડ છાંટ સાથે વિચિત્ર અંગ્રેજી ઝાડે છે, જે તેને બહુ મનોરંજક બનાવે છે. તેણે મનમોહન તિવારીની ગેરહાજરીમાં વિભૂતિને ઈર્ષા કરાવી અને અંગૂરી સાથે ફ્લર્ટ કર્યું. મને દર્શકો પાસેથી ભરપૂર હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વિચિત્ર અને મોજીલાં પાત્રો ભજવવાનું અને અમારા દર્શકોનું મનોરંજન કરવાનું હંમેશાં મજેદાર હોય છે.
5. રોહિતાશ ગૌર અને મનમોહન તિવારી વચ્ચે સામાન્યતા ધરાવતો એક ગુણ કયો છે?
મનમોહન તિવારીની જેમ હું મધ્યમ વર્ગનો પુરુષ છું, જે પરિવારને પ્રેમ કરે છે અને તેમને સર્વ ખુશી અને પ્રેમ આપવા માટે કોઈ પણ હદે કટિબદ્ધ બની શકે છે.
6. તાજેતરમાં તેં કહ્યું કે ભાભીજી ઘર પર હૈ પછી ટેલિવિઝન નહીં કરે. આનું કારણ શું છે?
હું થિયેટરમાંથી આવ્યો છું અને ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. ભાભીજી ઘર પર હૈએ મને ભરપૂર નામના અપાવી છે. મને નથી લાગતું કે કોઈ અન્ય શોએ મને આટલી લોકપ્રિયતા અને કલાકાર તરીકે સંતોષ આપ્યો હોત.
હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મને મનમોહન તિવારી તરીકે ઓળખે છે અને મને આવું પ્રતિકાત્મક પાત્ર ભજવવાનું ગૌરવજનક લાગે છે અને ખુશ છું. જ્યાં સુધી ભાભીજી ઘર પર હૈ રહેશે ત્યાં સુધી હું આ શોનો હિસ્સો રહીશ. મારી ટોચની અગ્રતા હંમેશાં આ શો રહેશે.