મને લાગ્યું કે મારી પત્ની રેખાને બોલ્ડ અને બ્યુટિફુલ ભાભી સાથે પડદા પર ફ્લર્ટિંગ કરતો જોવાનું ગમશે નહીં
“સ્મિત ફેલાવવાની અમારી કટિબદ્ધતા ભાભીજી ઘર પર હૈની સફળતા પાછળનું સૌથી મોટું કારણ છે,” ભાભીજી ઘર પર હૈમાં રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી
હિંદી ટેલિવિઝન અને ફિલ્મોમાં જાણીતું નામ રોહિતાશ ગૌર એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં મનમોહન તિવારીનું પાત્ર ભજવીને ઘેર ઘેર ચર્ચિત નામ થઈ ગયું છે.
આ અભિનેતાએ વર્ષોથી બેજોડ કોમિક ટાઈમિંગ સાથે દર્શકોને પેટ પકડાવીને હસાવ્યા છે અને દર્શકોનો એકદમ ફેવરીટ બની ગયો છે. આ મજેદાર વાર્તાલાપમાં અભિનેતા તિવારી તરીકે તેનો પ્રવાસ અને સાત વર્ષ પછી પણ ભૂમિકા માટે કઈ રીતે કટિબદ્ધ છે તે વિશે જણાવે છે.
1. તારું પાત્ર મનમોહન તિવારી ઘેર ઘેર ચર્ચિત નામ થઈ ગયું છે. ભાભીજી ઘર પર હૈ માટે શૂટિંગ શરૂ કર્યું ત્યારે આટલો પ્રેમ મળશે એવું ધાર્યું હતું?
સિરિયલ લોકપ્રિય બને છે ત્યારે અનેક મુખ્ય પાત્રો ઘેર ઘેર ચર્ચિત બની જાય છે. ભાભીજી ઘર પર હૈએ મને અભિનેતા તરીકે ભરપૂર સફળતા આ છે. અમે આ શો શરૂ કર્યો ત્યારે ભારતીય દર્શકો શોની સંકલ્પના પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપશે એવી ચિંતા હતી. જોકે આજે મને અભિનેતા તરીકે જે પ્રેમ અને સરાહના મળ્યા છે તે બદલ હું આભારી છું અને મારા સહ- કલાકારો અને સંપૂર્ણ ક્રુ માટે પણ મને ખુશી છે. દર્શકોનો મારા પાત્ર માટે બેજોડ ટેકો શોમાં સારું કામ કરવા અને મનોરંજન ઉદ્યોગમાં અજોડ ઓળક ઊભી કરવાનું ચાલુ રાખવા માટે મને પ્રોત્સાહન આપે છે.
2. તને ભાભીજી ઘર પર હૈમાં મનમોહન તિવારીની ભૂમિકા મળી ત્યારે તારા પરિવારની પ્રતિક્રિયા કેવી હતી?
આરંભમાં મને લાગ્યું કે મારી પત્ની રેખાને બોલ્ડ અને બ્યુટિફુલ ભાભી સાથે પડદા પર ફ્લર્ટિંગ કરતો જોવાનું ગમશે નહીં, પરંતુ તેને મારા પાત્રના મોજીલા એન્ટિક્સ ગમી ગયા છે અને શો પણ ગમે છે. મારો આખો પરિવાર મને ટેકો આપે છે અને મારા અભિનયને માણે છે.
3. તારા અનુસાર ભાભીજી ઘર પર હૈની ભવ્ય સફળતા પાછળનું કારણ શું છે?
શોની સફળતાનું સૌથી મોટું કારણ તેનાં અજોડ પાત્રો અને મોજીલી વાર્તા છે. અમારાં પાત્રો સામનો કરે છે તે ટ્રેજેડીઓ અને હાસ્યસભર ગેટ-અપ્સ દર્શકોને અમારા શો સાથે જકડી રાખે છે. અનેક અવસરો પર અમારા ચાહકોએ શો જોઈને તેમના જીવનમાં કેવી ખુશી આવી છે તે વિશે જણાવ્યું છે. ઘણા બધા દર્દીઓએ પણ મને લખીને મોકલ્યું છે કે શોની કોમેડી જોઈને તેમનું દર્દ ગાયબ થઈ જાય છે. અમારી સ્મિત ફેલાવવાની કટિબદ્ધતા શોની સફળતા પાછળનું સૌથી મોટું કારણ છે.
4. સાત વર્ષથી તિવારીજીની ભૂમિકા ભજવવા માટે ક્યાંથી મોટિવેશન મળે છે?
સૌથી રોમાંચક વાત એ છે કે અમે દરેક સપ્તાહે જુદી જુદી વાર્તા બતાવીએ છીએ. દરેક વાર્તા મોજીલી સ્થિતિઓ અને સંઘર્ષ બતાવે છે. લેખકોને આ મોજીલા તત્ત્વને ઉચ્ચ રાખવા અને પડદા પર કલાકાર તરીકે ચમત્કાર સર્જવાનું ચાલુ રાખવાની અમને તક આપી તે માટે અભિનંદન આપવા જોઈએ. ઉપરાંત જો ઓટીટીની દુનિયામાંથી મારે માટે કશુંક રસપ્રદ આવશે તો હું તે કરીશ, કારણ કે કલાકાર તરીકે મારી વૃદ્ધિમાં તે મદદરૂપ થઈ શકે છે. જોકે ઉદ્યોગમાં મને ભરપૂર નામના અપાવનાર મારું આ પાત્ર તિવારીજી છોડવું પડે તેવી જરૂર હોય તેવા કોઈ પણ અન્ય પ્રોજેક્ટ હું હાથમાં નહીં લઉં.
5. અભિનેય માટે તારું પેશન અને તારા એકંદર પ્રવાસ વિશે કહેશે?
મેં શિમલામાં બાળપણથી રંગમંચમાં કામ શરૂ કર્યું હતું. આ પછી હું એમેચર થિયેટરમાં સંકળાયો. શિમલામાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અને ભાષા, કળા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કાર્યશાળામાં 1985માં મને મોટો બ્રેક મળ્યો. મેંએક મહિના સુધી અભિનય કાર્યક્રમ કર્યો,
જેનાથી હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે ફુલ- ટાઈમ 3 વર્ષનો ડિપ્લોમા કરવા માટે તૈયાર થયો. કોર્સ પૂર્ણ કર્યા પછી મેં અભિનેતા તરીકે મારો પ્રવાસ શરૂ કર્યો. તે સમય બહુ જ યાદગાર છે અને મેં ઘણું બધું શીખ્યું. એમેચર આર્ટિસ્ટથી લઈને પ્રોફેશનલ થિયેટર આર્ટિસ્ટ બનવા સુધી, આ પ્રવાસ ફળદ્રુપ રહ્યો છે અને મારી અભિનયની કારકિર્દી માટે પાયો રચ્યો છે.
આ સમય દરમિયાન મેં સૌરભ શુક્લા, હિમાની શિવપુરીજી, સીમા બિશ્વાસજી અને શ્રી અનુપમ શ્યામ જેવાં ઘણા બધા નામાંકિત અને સિદ્ધ કલાકારો સાથે મંચ પર કામ કર્યું. તે શીખવાનો સુંદર અનુભવ હતો. થોડા સમય રંગમંચ કર્યા પછી મને થોડા ટીવી પ્રોજેક્ટ મળ્યા અને આખરે 1991માં ટેલિવિઝન પર મારો પ્રવાસ ફિરદૌસ નામે શો સાથે શરૂ થયો. આ પછી મેં મુન્નાભાઈ, ધૂપ, માતૃભૂમિ, પીકે અને અતિથિ તુમ કબ જાઓગે જેવી બોલીવૂડની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું.