રોહિતનું ફોર્મ મુંબઈને IPLમાં સ્થિર થવા દેતું નથીઃ અંજુમ ચોપરા

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (આઇપીએલ)માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિજય નોંધાવ્યો પરંતુ તેમ છતાં મુંબઈની ટીમ તેની પ્રતિષ્ઠા મુજબનું પ્રદર્શન કરી રહી નથી.
આ માટે ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને કેપ્ટન અંજુમ ચોપરાનું માનવું છે કે રોહિતના કંગાળ ફોર્મને કારણે આ ટી૨૦ ક્રિકેટ લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હજી સુધી સેટ થઈ શકી નથી. વર્તમાન આપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ હજી સુધી માત્ર બે જ મેચ જીતી શકી છે.
તેમાં ૩૧મી માર્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ અને બે દિવસ અગાઉ દિલ્હી કેપિટલ્સ સામેની સફળતાનો સમાવેશ થાય છે. આ દરમિયાન મુંબઈની ટીમના ભૂતપુર્વ સુકાની રોહિત શર્માનું યોગદાન ખાસ યાદગાર રહ્યું નથી. તેણે અત્યાર સુધીમાં ૦,૮,૧૩, ૧૭ અને ૧૮ રનના કંગાળ સ્કોર રજૂ કર્યા છે.
મુંબઈ હાલમાં ચાર પરાજય અને બે વિજય સાથે પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં ટીવી કોમેન્ટેટર અંજુમ ચોપરાએ જણાવ્યું હતું કે તમે ફોર્મવિહોણા હોઈ રહી છો. ફોર્મમાં ન હોવું તે કોઈ ગુનો નથી. મૂળ વાત એ છે કે તમારા ફોર્મથી મુંબઈ ઇન્ડિયન્સને કોઈ મદદ મળતી નથી. આ જ કારણે મુંબઈ ઇન્ડિયન્સ જરૂરી એવો પ્રારંભ કરી શકી નથી અને હાલમાં કંગાળ સ્થિતિમાં છે.
અંજુમ ચોપરાએ એવું સૂચન કર્યું હતું કે જો રોહિતની પ્રતિષ્ઠિત ઓપનરની પોઝિશન યોગ્ય વળતર આપી શકતી ન હોય તો નવા ઉપાય તરીકે ટીમ તેને નીચેના ક્રમે ઉતારવાની વિચારણા કરતી થઈ જશે. મારો કહેવાનો અર્થ એ છે કે ટીમ પાસે વિકલ્પ છે. તેઓ હંમેશાં રોહિતને ઉતરતા ક્રમે મોકલવાનો વિકલ્પ વિચારી શકે છે અથવા તો અન્ય કોઈ વિકલ્પનો ઉપયોગ નહીં કરવાનું વિચારશે.SS1MS