Western Times News

Gujarati News

The great Khali જેવો દેખાય છે Ronit Royનો દીકરો

મુંબઈ, બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને ક્રિતિ સેનનની ફિલ્મ શહઝાદા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. કાર્તિક આર્યનની આ ફિલ્મમાં પરેશ રાવલ, મનીષા કોઈરાલા, સચિન ખેડેકરથી લઈને રોનિત રોય જેવા કલાકારો છે. તાજેતરમાં જ શહઝાદાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું હતું જેમાં કલાકારો તેમના પરિવાર સાથે જાેવા મળ્યા હતા. આ દરમિયાન રોનિત રોયની પત્ની, પુત્ર પણ જાેવા મળ્યા હતા. Ronit Roy’s son looks like The great Khali

રોનિત રોયના પુત્રને જાેઈને ચાહકો જાેતાં જ રહી ગયા હતા. રોનિત રોયનો પુત્ર આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કાર્તિક આર્યન પર ભારે પડ્યો હતો. તેની ફિટનેસ જાેઈને લોકોએ તેના વખાણ કર્યા. ચાહકોએ કહ્યું કે તેના પિતાની જેમ અગસ્ત્ય પણ ખૂબ જ સારો દેખાય છે.

રોનિત રોયનો પુત્ર અગસ્ત્ય બોઝ રોય છે. જાે એક્ટર રોનિત રોયની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે જાેઆના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેમની દીકરીનું નામ ઓના છે. ત્યારબાદ ૨૫ ડિસેમ્બર, ૨૦૦૩ના દિવસે રોનિત રોયે એક્ટ્રેસ નીલમ સિંહ સાથે લગ્ન કર્યા અને તેમના ૨ બાળકો છે.

દીકરીનું નામ અડોર અને દીકરાનું નામ અગસ્ત્ય છે. જાે બોલિવૂડ એક્ટર રોનિત રોયના કરિયર પર નજર કરીએ તો રોનિતનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો. તેણે અમદાવાદમાં સ્કૂલિંગ કર્યું અને પછી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો. તેનું મન ક્યારેય કામમાં ના લાગ્યુ કારણકે તે અભિનેતા બનવા માગતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ronit Boseroy (@ronitboseroy)

સપના પૂરા કરવા માટે રોનિત રોય મુંબઈ પહોંચી ગયો. મુંબઈમાં જાણીતા ડિરેક્ટર સુભાષ ઘાઈએ તેને ઘરમાં રોકાવા માટે જગ્યા આપી અને કહ્યું કે એક્ટર બનવા માટે તેણે ખૂબ મહેનત કરવી પડશે. રોનિત રોયને કામ ના મળ્યું ત્યાં સુધી તેણે હોટેલમાં નોકરી કરી.

રોનિતે પોતાના સ્ટ્રગલના દિવસો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ૧૯૯૨માં મારી પહેલી ફિલ્મ ‘જાન તેરે નામ’ રિલીઝ થઈ હતી. જે હિટ હતી. મતલબ કે આજની દ્રષ્ટિએ ફિલ્મે ૧૦૦ કરોડની કમાણી કરી હતી. ૧૯૯૨માં એ ફિલ્મ રિલીઝ થઈ પછી મને બીજા એકપણ રોલ માટે ફોન ના આવ્યો.

ત્રણ વર્ષ સુધી હું જે પણ નાનું-મોટું કામ મળ્યું તે કરતો રહ્યો. ૧૯૯૬માં મારી પાસે કંઈ જ કામ નહોતું. ચાર વર્ષ સુધી ઘરે બેસી રહ્યો. મારી પાસે નાની કાર હતી પરંતુ પેટ્રોલ ભરાવવા રૂપિયા નહોતા. હિટ ફિલ્મ આપી હોવા છતાં હું ચાલતો મારી મમ્મીના ઘરે જમવા જતો હતો.

મારી પાસે એટલા રૂપિયા પણ નહોતા. પરંતુ મેં આત્મહત્યા ના કરી.”રોનિતે આગળ કહ્યું, હું કોઈના માટે અનુમાન નથી બાંધતો. પરંતુ જીવનના કોઈ તબક્કે દરેકની જિંદગીમાં આર્થિક તંગી આવે છે. જાે તમારા જીવનમાં આર્થિક તંગી હોય તો આત્મહત્યા કરવી તેનો ઉકેલ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.