રોની સ્ક્રુવાલા ટૂથબ્રશ બનાવીને વેચતા હતા
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ પાસે અઢળક પૈસા છે, જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સનું નામ ટોચ પર છે, પરંતુ ફિલ્મ ‘સામ બહાદુર’ના નિર્માતા તેમના કરતા ઘણા અમીર છે.
અમે રોની સ્ક્રુવાલા વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સહજ તમામ વ્યવસાયિક શક્યતાઓ શોધી કાઢી છે. રોની સ્ક્રુવાલાએ પોતાની કારકિર્દી એક ઉદ્યોગસાહસિક તરીકે શરૂ કરી હતી. તેમણે શરૂઆતમાં ટૂથબ્રશ બનાવતી કંપનીની સ્થાપના કરી.
વર્ષ ૧૯૮૧માં તેમણે મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો. જ્યારે ભારતમાં મનોરંજનના નામે માત્ર દૂરદર્શન હતું, ત્યારે રોની સ્ક્રુવાલાએ કેબલ ટીવી શરૂ કર્યું, જેણે સિનેમાની દુનિયાને હંમેશા માટે બદલી નાખી.
રોની સ્ક્રુવાલાએ ૧૯૯૦માં યુટીવી સોફ્ટવેર કોમ્યુનિકેશનની સ્થાપના કરી, જે પાછળથી એક મોટી કંપની તરીકે ઉભરી આવી, જેમાં ફિલ્મ સ્ટુડિયો અને ગેમ સ્ટુડિયો પણ સામેલ છે. યુટીવીમાં ડિઝનીનો મોટો હિસ્સો હતો, જે તેમણે ૨૦૧૨માં ઇં૧.૪ બિલિયનમાં વેચ્યો હતો.
ત્યાર બાદ રોની સ્ક્રુવાલાએ આરએસવીપી નામની કંપની શરૂ કરી, જે તેની પોતાની Âસ્ક્રપ્ટો, પટકથાઓ બનાવે છે અને નિર્દેશકો સાથે ભાગીદારીમાં ફિલ્મો અને શોનું નિર્માણ કરે છે.
આ સિવાય તેઓ તેમની પત્ની ઝરીના સાથે મળીને તેમની સંસ્થા ‘ધ સ્વદેશ ફાઉન્ડેશન’ દ્વારા ભારતના ગામડાઓમાં રહેતા લોકોને ગરીબીમાંથી બહાર આવવામાં મદદ કરી રહ્યા છે. રોની સ્ક્રુવાલાએ વર્ષ ૨૦૦૯માં ટાઈમ્સ મેગેઝીનની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે બોલિવૂડના સૌથી અમીર વ્યક્તિ છે, જેમની નેટવર્થ ૧૨૮૦૦ કરોડ રૂપિયા છે.SS1MS