હજીરા-ઘોઘાને જાેડતી રોપેક્ષ ફેરીનો ફરીથી પ્રારંભ થશે
દિવસમાં બે ફેરી હજીરાથી ઘોઘાની કરશે
ટેકનિકલ ખામી બાદ ફેરીના ઓપરેટર દ્વારા નવા જહાજ ખરીદવામાં આવ્યા છે, જે નવા જહાજમાં ઘોઘાથી હજીરા માત્ર ૩ કલાકમાં પહોંચાડશે
ભાવનગર,લાંબા સમયથી બંધ રહેલી હજીરા-ઘોઘાને જાેડતી રોપેક્ષ ફેરીનો ફરીથી પ્રારંભ કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત સોલાર સંચાલિત રોપેક્ષ સેવાનો ઉપયોગ કરવામાં આવશે. જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઇ માર્ગેને જાેડતા માર્ગ પર ફરશે. જેનો વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા પ્રારંભ કરવામાં આવશે. વોએજ એક્સપ્રેસ સંપૂર્ણપણે એર કન્ડિશન સહીતની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. જે હજીરાથી ઘોઘા દિવસમાં બે ફેરી કરશે.
ટેકનિકલ ખામી બાદ ફેરીના ઓપરેટર દ્વારા નવા જહાજ ખરીદવામાં આવ્યા છે. જે નવા જહાજમાં ઘોઘાથી હજીરા માત્ર ૩ કલાકમાં પહોંચાડશે. આથી સમયની અને ઈંધણની બચત થઇ શકે છે. નવા ક્રુઝ જહાજમાં ૬૫૦ મુસાફરો, ૭૫ ટ્રક અને ૭૦ કાર તેમજ ૫૦ બાઇકનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રોજના ૨ શિપો ચલાવવા પર કોન્ટ્રાકટરોએ તૈયારી દર્શાવી છે.
ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફેરી ૨૦૧૭થી લોકોની સેવા માટે સમર્પિત કરી દેવામાં આવી હતી જે લાંબા સમયથી બંધ હાલતમાં હતી. જહાજના મેઇન્ટેનન્સનું કારણ આપી બંધ કરવામાં આવી છે. ૨૫ જુલાઈ થી ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવતા મુસાફરો અને ટ્રક ચાલકોને મુશ્કેલી પડી રહી હતી.આ રો-પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે.
હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર ૩૭૦ કિમી છે જે સમુદ્રમાં ૯૦ કિમીના અંતર કાપતા જ પહોંચી જવાય છે. આ અંતર કાપવા માટે રોડ માર્ગે ૧૦થી ૧૨ કલાક થતી હતી જે હવે સમુદ્ર માર્ગે માત્ર ૪ કલાક માત્ર ૪ કલાકમાં પહોંચી જવાય છે.
આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થઈ રહ્યું છે. એક વર્ષમાં ૮૦ હજાર વાહનો, ૩૦ હજાર ટ્રક સેવાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પણ વાહન મારફતે આ સર્વિસનો ઉપયોગ કરી ઝડપથી પહોંચાડી રહ્યા છે.રો-પેક્સ ન માત્ર વેપારની દ્રષ્ટિએ પરંતુ મુસાફરીની દ્રષ્ટિએ પણ એક મોટું વરદાન છે. કારણ કે, સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારો દરિયાઈ મુસાફરી સાથે આરામદાયક રીતે અને ઝડપી રીતે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ શક્ય બન્યો છે.SS1