Western Times News

Gujarati News

ગિરનાર પર્વત રોપવેની ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો

જૂનાગઢ, જૂનાગઢમાં ગિરનાર પર્વત પર અંબાજી સુધી હાલ રોપવે સેવા ચાલી રહી છે. તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કર્યો છે. નવા ફેરફાર ૧૮મી જુલાઈથી અમલમાં આવ્યા છે. પહેલી રોપવેની ટિકિટ પર ૧૮ ટકા જીએસટી લાગતો હતો, હવે તેના પર પાંચ ટકા જીએસટી લાગશે.

એટલે કે લોકોને એક ટિકિટ પર સીધો ૧૨ ટકાન ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ઇ-લોકાર્પણ બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપવે મારફતે અંબાજી મંદિર જઈને પૂજા કરી હતી. રોપવેની ટિકિટમાં ઘટાડો થયો છે. હવે ટિકિટ પર ૧૮ને બદલે પાંચ ટકા જીએસટી લાગશે.

નવા દરનો અમલ થયા બાદ પહેલા બહાર ગામના પ્રવાસીઓ માટે રોપવેની ટિકિટ ૭૦૦ રૂપિયા હતી, હવે તેનો ચાર્જ ઘટાડીને ૬૨૩ કરવામાં આવ્યો છે. જૂનાગઢના સ્થાનિક લોકો માટે રોપવેનો ચાર્જ ૫૯૦ રૂપિયા હતો, હવે તેનો ચાર્જ ઘટાડીને ૫૨૩ રૂપિયા થયો છે.

ઉલ્લેખનીય છે કે રોપવેની શરૂઆત વખતે ૨૫ ઓક્ટોબર, ૨૦૨૦થી ૧૪ નવેમ્બર, ૨૦૨૦ સુધી ડિસ્કાઉન્ટ ભાવે મુસાફરી ઑફર કરવામાં આવી હતી. જે બાદમાં ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદમાં લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. આ મામલે અનેક રજુઆત બાદ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ગિરનાર પ્રવાસે આવતા પ્રવાસીઓ ઘરે બેઠા રોપ-વેની ટિકિટ બુક કરાવી શકે છે.

આ માટે રોપ-વે ચલાવતી કંપની ઉષા બ્રેકોએ ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. જેથી પ્રવાસી ઘરે બેઠા પોતાના ટાઈમ સ્લોટની પણ પસંદગી કરી શકે છે. કંપની તરફથી જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકિટ www.udankhatola.com વેબસાઈટ પરથી બુક કરાવી શકે છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ ૯ ટાવર ઊભા કરાયા છે.

તેમાં ૬ નંબરનો ટાવર કે જે ગિરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે, તે ટાવર આ યોજનાનો સૌથી ઊંચો ટાવર છે, જેની ઉંચાઈ ૬૭ મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર ૨.૩ કી.મી.નું છે. જે રોપવેથી પ્રવાસીઓ ૭ મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકે છે.

ગિરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જાેવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યૂપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

જાેકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.