વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી, બપોરે સામાન્ય ગરમી

અમદાવાદ, સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો-ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.
રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહે છે જ્યારે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીની આસપાસ રહેતા સવારે ઠંડક, બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
આમ બેવડી ઋતુને કારણે લોકો વાઇરલ ઇન્ફેક્શનના શિકાર બન્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ જ્યારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેતા સવારે ઠંડક વર્તાઇ રહી છે. પરંતુ દિવસે તાપમાન ૩૦ ડિગ્રી સુધી રહેતા બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે.
આમ એક જ દિવસે બે ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જેના કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આજે નલિયા ૯.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયા હતા.SS1MS