Western Times News

Gujarati News

રાજસ્થાન-ગુજરાતની સીમા પર પોલીસ જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લાક વાહન ચેકીંગ

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) આગામી લોકસભા-૨૦૨૪ની ચૂટણીનું મતદાન તા.૭-૫-૨૦૨૪ને મંગળવારે યોજાઈ રહ્યું છે અને આ ચૂંટણી મતદાન આડે હવે માત્ર એક દિવસ જ બાકી રહી ગયો છે ત્યારે રાજસ્થાન-ગુજરાતની સીમાપરની રાણી સહિતની તમામ ચેક પોસ્ટ ઉપર વિજયનગર પોલીસ તેમજ સીઆઇએફએસ સુરક્ષાદળોના જવાનો દ્વારા અરાઉન્ડ ધ ક્લાક વાહનચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે

ગુજતાતમાં ૭ મી મે-૨૦૨૪ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું હોવાથી આજે રવિવાર સાંજના પાંચ વાગ્યાથી ચૂટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને એક તરફ ચૂટણી પંચ દ્વારા મતદાન માટેની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ ગુજરાત-રાજસ્થાનની સરહદો ઉપર એરાઉન્ડ ધ ક્લાક સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

જેમાં રોજ જુદી જુદી બોર્ડરો ઉપરથી પસાર થતાં એક હજારથી વધુ વાહનો પીએસઆઈ વાય.બી.બારોટ અને તેમનો સ્ટાફ તથા અન્ય સુરક્ષા દળો દ્વારા ચેક કરી કોઇ ગેરકાયદે હેરાફેરી થતી હોય તો એ ઝડપી લેવા કવાયત ચાલી રહી છે.

રાજસ્થાનને જોડતી બોર્ડરો ઉપર બસો,જીપ,, બાઈકો, ટેમ્પા,ટ્રેકટરો સહિતના તમામ વધુ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે અને જ્યાં ગેરકાયદે હેરફેરી આવશ્યક કાર્યવાહી હાથ ધરવામાં આવતા વિદેશી દારૂનો હેરાફેરી પકડા તો કાયદેસર કાર્યવાહી પણ કરવાના ડરથી વિજયનગરની તમામ બોર્ડરો ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં ફડડાટ વ્યાપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.