Western Times News

Gujarati News

RPF બાઇક રેલી અને બેન્ડ પાર્ટીની સાથે વિડીયો વોલને ડીઆરએમ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

રેલ્વે સુરક્ષા બળ અમદાવાદ મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં એક ડગલું આગળ વધીને, તારીખ 20.07.2022 ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈન દ્વારા આરપીએફ બાઇક રેલી અને આરપીએફ બેન્ડ પાર્ટીની સાથે વિડીયો વોલ ને રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે 8 સેવા  નિવૃત આરપીએફ જવાનોનું પણ મંડળ રેલ પ્રબંધક   શ્રી જૈન દ્વારા સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહનું સમાપન ‘આરપીએફ અમૃત ગીત’ના ધુન સાથે થયું આ રેલી 24.07.2022 સુધી અમદાવાદ મંડળના, સાબરમતી, વિસનગર, વડનગર, મહેસાણા, કલોલ, હિમતનગર વગેરે સ્ટેશનો સહિત  15 જુદા જુદા સ્થળોને આવરી લેશે.

આ રેલી દરમિયાન સ્વતંત્રતા સેનાનીઓના પરિવારના સભ્યોને પણ  તારીખ 21.7.2022 ના રોજ વિસનગર (મહેસાણા) માં અને 22.7.2022 ના રોજ મણિનગર (અમદાવાદ) ખાતે સન્માનિત કરવામાં આવશે.

આરપીએફ  ની સિદ્ધિઓ વિડીયો વોલ સ્ટ્રીમિંગ ના માધ્યમ થી પ્રદર્શિત કરવામાં આવશે અને શાળાના બાળકો અને સામાન્ય માણસોમાં પેમ્ફલેટનું વિતરણ જેથી કરીને રેલવેમાં મુસાફરોની સેવા માં આરપીએફ ની ભૂમિકા અને જવાબદારીનો પ્રચાર કરી શકાય.અને રેલ્વેની વિશાળ સંપત્તિ ની સુરક્ષા તેમજ વ્યાપક રેલ્વે નેટવર્ક દ્વારા દરરોજ 23 મિલિયનથી વધુ મુસાફરોને સુરક્ષા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ  યોગદાન આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત 13 જૂન 2022થી આરપીએફના જવાનો દ્વારા રન ફોર યુનિટી, વૃક્ષારોપણ, જળ સેવા અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ પૂરા જોશ અને ઉત્સાહ સાથે હાથ ધરવામાં આવી રહી છે જે 15 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે, વરિષ્ઠ વિભાગીય સુરક્ષા કમિશનર શ્રી એસ.એસ. અહેમદ સહિત અન્ય વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.