RR સેલ વડોદરાએ ગેરકાયદેસર કેમિકલનો 30 લાખ ઉપરાંતનો જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી
અત્યંત જ્વલનશીલ કેમિકલ્સ મિક્ષ સોલવન્ટનો જથ્થો અનઅધિકૃત અને અસુરક્ષિત રીતે હતો.: વધુ તપાસ ભરૂચ એલ.સી.બી ને સોંપવામાં આવી.
ભરૂચ: ભરૂચ જીલ્લા ની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી નર્મદા મેટલ ઈન્ડસ્ટ્રીઝ માંથી વડોદરા આર.આર.સેલે ઓપરેશન હાથધરી ગેરકાયદેસર અસુરક્ષિત રીતે રાખવામાં આવેલો સોલ્વન્ટ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે.30 લાખનું કેમિકલ,આઈશર ટેમ્પો અને મોબાઈલ સહિત 35 લાખ રૂપિયા ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે.જીઆઈડીસીમાં અસુરક્ષિત રીતે કેમિકલ રાખવામાં આવ્યું હતું.તો બનાવની વધુ તપાસ ભરૂચ એલ.સી.બી ને સોંપવામાં આવી છે.
વડોદરા આર.આર.સેલ ને બાતમી મળી હતી કે ભરૂચ જીલ્લા ની અંકલેશ્વર જીઆઈડીસી ની શાલિગ્રામ રેસિડેન્સીમાં રહેતા નિરજકુમાર ખોડાભાઈ પટેલ અને અંકલેશ્વરની ખ્વાજા ચોકડી પાસે રહેતા સુનિલકુમાર બેચુરામ પ્રજાપતિએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી નર્મદા મેટલ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉન માં અત્યંત જ્વલનશીલ કેમિકલ્સ મિક્ષ સોલવન્ટ નો જથ્થો અનઅધિકૃત અને અસુરક્ષિત રીતે રાખેલો છે.
જેના આધારે ગાડાઉન માં રેડ કરતા ૪.૬૮ લાખની કિંમતના મિક્ષ સોલવન્ટ ભરેલા ૨૩૪ બેરલ,૨૦.૫૮ લાખની કિંમતના મિક્ષ સોલવન્ટ ભરેલા પ્લાસ્ટિકના ૧૦૨૯ બેરલ,૮૦ હજારની કિંમતના ટેમ્પામાં મિક્ષ સોલવન્ટ ભરેલા ૪૦ બેરલ,૬૩ હજારની કિંમતના પતરાના ૧૫૯ ખાલી બેરલ,આઈશર ટેમ્પો અને મોબાઈલ સહિત નો 35 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જેથી બંને વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક માં ગુનો નોધવામાં આવ્યો હતો.તો આ ગુના ની આગળની તપાસ ભરૂચ એલ.સી.બી પોલીસ ને સોંપવામાં આવી હતી.