RR કેબલે કેબલ સ્ટાર્સના ₹1 કરોડના સ્કોલરશિપ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી
બાળદિવસના પ્રસંગે ગુજરાતમાં બ્રાન્ડ ગુજરાતમાં સ્કોલરશિપ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી
1.25 અબજ ડોલરના આરઆર ગ્લોબલ જૂથની કંપની તથા ભારતમાં વાયર અને કેબલની અગ્રણી ઉત્પાદક આરઆર કેબલએ અમદાવાદમાં કેબલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી હતી. સમગ્ર ભારતમાં 1012 વિજેતાઓમાંથી ગુજરાતના 71 વિજેતાઓનું અમદાવાદમાં આરઆર કેબલની અમદાવાદ ઓફિસમાં આયોજિત એક એવોર્ડ સમારંભમાં સન્માન થયું હતું.
કેબલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ ઇલેક્ટ્રિશિયનોના બાળકો માટે ઉદ્યોગમાં પ્રથમ પ્રકારની પહેલ છે, જેમાં ચાલુ વર્ષે ધોરણ 10ની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું. આ બ્રાન્ડના સક્ષમ અને શિક્ષિત ભારતના પ્રયાસના વિઝનનો ભાગ છે. આરઆર કેબલ હાઉસ વાયરના દરેક બોક્ષના વેચાણમાંથી રૂ. 1નું પ્રદાન કરે છે અને આ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત ઇલેક્ટ્રિશિયનના બાળકોના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે ₹1 કરોડથી વધારેનું રોકાણ કર્યું છે. સમગ્ર ભારતમાં 1,012 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે અને દરેકને ₹10,000ની સ્કોલરશિપ આપે છે.
આ સ્કોલરશિપ પ્રોગ્રામ આરઆર ગ્લોબલના ડિરેક્ટર શ્રીમતી કિર્તી કાબરાનો વિચાર અને વિઝન છે, જેમણે કહ્યું હતું કે, “હું આ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યાંક તરફ અગ્રેસર થવા આ સીમાચિહ્ન હાંસલ કરવા માટે કેબલ સ્ટાર્સ સ્કોલરશિપ પ્રોગ્રામના તમામ વિજેતાઓને અભિનંદન આપ્યું છું.
અમે આરઆર કેબલમાં ઇલેક્ટ્રિશિયન્સને અમારા સમુદાયનો ભાગ માનીએ છીએ અને અમારી પહેલો આ સમુદાયની ઉત્થાનમાં પ્રદાન કરે છે. કેબલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામનો ઉદ્દેશ ઇલેક્ટ્રિશિયન સમુદાય માટે વ્યવસાયથી કશું વધારે કરવા પ્રેરિત કરવાનો છે. પ્રોગ્રામને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો અને પરિણામો પણ અસાધારણ મળ્યાં છે
એ અમારા બધા માટે ગર્વની ક્ષણ છે. ધોરણ 10ની પરીક્ષાઓ કોઈ પણ બાળકની કારકિર્દીમાં નિર્ણાયક પરિબળ છે. આ તેમના જીવનનો એક તબક્કો છે, જેમાં તેઓ તેમના બાકીના ભવિષ્ય માટે પાયો નાંખે છે અને અમે આ સફરમાં તેમનો આવશ્યક ભાગ બનવા ઇચ્છતાં હતાં.
આ જાણવું પ્રેરણાદાયક છે કે કેટલાંક વિજેતાઓએ 90 ટકા અને એનાથી વધારે ગુણ મેળવ્યાં છે. અમે કેબલ સ્ટારના દરેક વિજેતાઓ વધુ શિક્ષણ મેળવે અને તેમની પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા આગળ વધે એવું ઇચ્છીએ છીએ. આ પ્રકારના પ્રોગ્રામ સાથે અમે ભવિષ્યના લીડર બનાવવા આજના યુવાનોને સક્ષમ બનાવવા આતુર છીએ.”
તમામ વિજેતાઓ આરઆર કેબલમાંથી સ્કોલરશિપ મેળવીને ખુશ થયા હતા. તેમની સફર અને ભવિષ્યની યોજનાએ વિશે જાણકારી મેળવવા પ્રેરણાસ્પદ હતી. આ સ્કોલરશિપ પ્રોગ્રામનો ઉદ્દેશ તેમની પસંદગીની કારકિર્દીમાં અગ્રેસર થવામાં મદદ કરવાનો હતો, જેમાં તેઓ તેમના સ્વપ્નો પૂરાં કરવા આતુર છે અને તેમના ભવિષ્યનો મજબૂત પાયો નાંખવા ઇચ્છે છે.