Western Times News

Gujarati News

RR કાબેલે સ્નાઇડર પાસેથી લ્યુમિનયસ હોમ ઇલેક્ટ્રિકલ્સ એકવાયર કરી

કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ વ્યવસાયમાં પોઝિશન મજબૂત કરી

અમદાવાદ, અગ્રણી ઇલેક્ટ્રિકલ ઉત્પાદક કંપની પૈકીની એક અને 1.25 અબજ ડોલરના આરઆર ગ્લોબલ ગ્રૂપની કંપની આરઆર કાબેલે આજે સ્નાઇડર પાસેથી લ્યુમિનયસ હોમ ઇલેક્ટ્રિકલ બિઝનેસ એક્વાયર કરવાની જાહેરાત કરી હતી. RR Kabel strengthens its position in consumer electricals business through the acquisition of Luminous Home Electricals business.

આ એક્વિઝિશન આરઆર કાબેલના કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ બિઝનેસને વધારે મજબૂત કરશે, જે પંખા, લાઇટ અને એપ્લાયન્સિસનો વિવિધતાસભર પોર્ટફોલિયો ધરાવે છે. આ વ્યવહાર મે, 2022માં પૂર્ણ થશે એવી અપેક્ષા છે. 1986માં સ્થાપિત થયેલી આર. આર. કેબલના 12 મેન્યુફેકચરીંગ યુનિટ ધરાવે છે અને 90 દેશોમાં વેપાર કરે છે.

આ એક્વિઝિશન પર આરઆર કાબેલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શ્રીગોપાલ કાબરાએ કહ્યું હતું કે, “અમને લ્યુમિનયસ હોમ ઇલેક્ટ્રિકલ ટીમ અને એસોસિએટ્સને આરઆર ગ્લોબલ ફેમિલીમાં આવકારવાની તથા સંયુક્તપણે નવી સફર શરૂ કરવાની ખુશી છે.

એકબીજાની ક્ષમતાનો ઉપયોગ કરીને – ખાસ કરીને ટેકનોલોજીકલ કુશળતા, કૌશલ્યો અને ક્ષમતાઓ – અમને આ જોડાણ અમારી સેવાઓ વધારવામાં મદદરૂપ થશે અને અમારા તમામ ગ્રાહકો માટે ઊંચું મૂલ્ય પેદા કરશે એની ખાતરી છે. આરઆરમાં અમે અમારા ગ્રાહકો માટે ગુણવત્તા અને સલામતીના શ્રેષ્ઠ ધારાધોરણો હંમેશા જાળવ્યાં છે

તથા સ્નાડઇડરનો તેમના હોમ ઇલેક્ટ્રિકલ બિઝનેસને અમને હસ્તાંતરિત કરવામાં વિશ્વાસ એનો પુરાવો છે. વાયર અને કેબલ ઉદ્યોગમાં મોટી અને ઇનોવેટિવ કંપની તરીકે અમે માનીએ છીએ કે, એક્વિઝિશન ભારતના સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતા હોમ ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અમારી ટોચની પોઝિશનને મજબૂત કરશે.”

આરઆર ગ્લોબલના ચેરમેન શ્રી ત્રિભુવન કાબરાએ ઉમેર્યું હતું કે, “લ્યુમિનયસ હોમ ઇલેક્ટ્રિકલ બિઝનેસ (સ્નાઇડગર ગ્રૂપની કંપની)નું એક્વિઝિશન અમારી સંપૂર્ણ વૃદ્ધિ વ્યૂહરચનાનું મહત્વપૂર્ણ પગલું બનશે. અમે આ ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી કંપની છીએ

એનો વિચાર કરીને અમે અમારા ગ્રાહકની અપેક્ષા પૂર્ણ કરવા અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોની અંદર સતત ઇનોવેશન સુનિશ્ચિત કરવામાં હંમેશા માનીએ છીએ. લ્યુમિનયસ એચઇબી સાથે આ એક્વિઝિશન દ્વારા અમને સમગ્ર દેશમાં અમારા હિતધારકોને અમારી ખાતરી વધારે સારી રીતે પૂરી કરવાની અને અમારા બ્રાન્ડને આગામી સ્તરે લઈ જવાની આશા છે.”

આ એક્વિઝિશન પર આરઆર કાબેલના કન્ઝ્યુમર (એફએમઇજી) વ્યવસાયના સીઇઓ શ્રી વિવેક અબ્રોલે કહ્યું હતું કે, “અમે મૂલ્ય સંવર્ધિત ગ્રાહક કેન્દ્રિત વ્યવસાયનું વિસ્તરણ કરવાની રોમાંચક સફરમાં છીએ, જેણે નાણાકીય વર્ષ 2021-22માં ઉદ્યોગની વૃદ્ધિ કરતાં 3 ગણી વધારે વૃદ્ધિ કરી છે.

આગળ જતાં લ્યુમિનયસ હોમ ઇલેક્ટ્રિકલ્સ બિઝનેસ અમારી વૃદ્ધિનું નવું પ્રકરણ બનશે, જેમાં અમે એની ઉપયોગી ક્ષમતાનો ઉપયોગ કર્યો છે, જેમાં સંશોધન અને વિકાસ ક્ષમતા, અદ્યતન ઉત્પાદન સુવિધા, પ્રશંસનીય ઉત્પાદન પોર્ટફોલિયો અને સૌથી વધુ મહત્વપૂર્ણ સમર્પિત અને અતિ સક્ષમ ટીમ અને ચેનલ પાર્ટનર નેટવર્ક સામેલ છે.

આ એક્વિઝિશન આગામી 5થી 6 વર્ષમાં હોમ ઇલેક્ટ્રિકલ્સ કેટેગરીમાં અગ્રણી રાષ્ટ્રીય પોર્ટફોલિયો પૈકીનો એક બનાવવાની અમારી આકાંક્ષામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.