RRRની ટીમ અંતિમ પ્રમોશન માટે પહોંચી કાશીના ઘાટ
મુંબઇ, દિલ્હી બાદ અમૃતસર, જયપુર અને કોલકતામાં પ્રમોશન કર્યા બાદ આજે ઇઇઇની ટીમ વારાણસી પહોંચી હતી. એસએસ રાજામૌલી અને એક્ટર્સ જુનિયર એનટીઆર તથા રામ ચરણ વારાણસી પહોંચ્યા હતા.
૨૫ માર્ચના રોજ ઇઇઇના ભવ્ય રિલીઝ પહેલાં કેટલાંક જ કલાકો બાકી રહી ગયા છે અને એવું લાગી રહ્યું છે કે ડિરેક્ટર તથા એક્ટર્સની ત્રિપુટી ભારતના ખૂણે ખૂણે પોતાની ફિલ્મનો પ્રચાર કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. એસએસ રાજામૌલીની RRRનો મલ્ટી સિટી પ્રચાર તાજેતરમાં જ સમાપ્ત થયો છે.
કારણ કે રામ ચરણ, જુનિયર એનટીઆર અને વિપુલ ફિલ્મ નિર્માતા સહિત ફિલ્મના અખિલ ભારતીય કલાકારોએ આજે વારાણસીમાં પવિત્ર ગંગા આરતીનો લ્હાવો લીધો હતો. બેંગાલુરુ, હૈદરાબાદ, દુબઈ, વડોદરા, દિલ્હી, જયપુર, અમૃતસર અને કોલકત્તા જેવા શહેરોની મુલાકાત બાદ કલાકારોએ ગંગા આરતીનો લ્હાવો લીધો. ફિલ્મના રિલીઝ અને સફળતાને લઈને એક્ટર્સમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.
એટલું જ નહીં એક્ટર્સે સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરી અને કેટલાંક સ્થાનિક વ્યંજનોની જિયાફત પણ માણી હતી. મહત્વની વાત એ છે કે, વધુ એક બેંચમાર્ક સ્થાપિત કરતા ભારતની સૌથી મોટી એક્શન ડ્રામા, એસએસ રાજામૌલીની આરઆરઆર ડોલ્બી સિનેમા અને થ્રીડીમાં રિલીઝ થનારી પહેલી ભારતીય ફિલ્મ છે.
એકથી વધુ ભાષામાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે. જ્યારે સમુથિરકાની, રે સ્ટીવન્સ અને એલિસન ડૂડી સહાયક ભૂમિકામાં જાેવા મળશે.
મહત્વનું છે કે, આરઆરઆરની ટીમ ગુજરાતમાં પણ પ્રમોશન માટે આવી હતી. ત્યારે ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ૨૦ માર્ચ એટલે કે રવિવારે સવારે RRRની ટીમ વડોદરા આવી હતી અને અહીંથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા સામે ઊભા રહીને રામ ચરણ અને જૂનિયર એનટીઆરે તેમનો સિગ્નેચર પોઝ આપ્યો હતો. પોતાના આગવા અંદાજમાં તેમણે હાથ મિલાવ્યા હતા. એક તસવીરમાં તેમની સાથે ફિલ્મના ડાયરેક્ટર રાજમૌલી પણ હતા.
‘RRR’ના ટિ્વટર હેન્ડલ પર આ તસવીરો શેર કરતાં લખવામાં આવ્યું, ‘જ્યારે આગ અને પાણી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મળે છે.’