RRRની પાર્ટીમાં રાખીએ ડાન્સ માટે પૂછતાં રામે ના પાડી દીધી

મુંબઇ, માર્ચ મહિનામાં રિલીઝ થયેલી એસ.એસ. રાજામૌલીની બિગ બજેટની ફિલ્મ ઇઇઇને જબરજસ્ત સફળતા મળી છે. તેની અસર બોક્સ ઓફિસ પર પણ જાેવા મળી રહી છે. જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ RRRએ ૧ હજાર કરોડ રૂપિયાની છપ્પરફાડ કમાણી કરી છે.
બુધવારે રાતે ફિલ્મની સકસેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર એનટીઆર, રામ ચરણ અને એસ.એસ. રાજામૌલી સિવાય કરણ જાેહર, અયાન મુખર્જી, આમિર ખાન, જાેની લિવર, જાવેદ અખ્તર, સતિષ કૌશિક, તિજેન્દ્ર, પલક તિવારી, શૈલેષ લોઢા, તુષાર કપૂર, આશુતોષ ગોવારિકર સહિતના બોલિવુડ સેલેબ્સ હાજર રહ્યા હતા.
આ સિવાય રાખી સાવંતને પણ RRR સક્સેસ પાર્ટીમાં નોતરું મળ્યું હતું. તે રેડ કલરના બોલ્ડ આઉટફિટમાં આવી હતી. તેણે પાર્ટીમાં તમામ સ્ટાર્સ સાથે તસવીરો અને વીડિયો લેવાનો પ્રયાસ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, રાખી સાવંત રામ ચરણ સાથે વાતચીત કરતી જાેવા મળી રહી છે.
તે ફોનમાં વીડિયો રેકોર્ડ કરી રહી છે તે વાતથી રામ ચરણ પણ સહેજ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેના ચહેરા પર પણ તે એક્સપ્રેશન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. રાખી સાવંતે સૌથી પહેલા તેને અભિનંદન પાઠવ્યા અને બાદમાં ‘નાટુ નાટુ’ સોન્ગ પર ડાન્સ કરવાની વિનંતી પણ કરી.
જાે કે એક્ટરે તે આ સોન્ગ પર ઘણીવાર ડાન્સ કરી ચૂક્યો છે તેમ કહીને વિનમ્રતાથી ના પાડી દીધી. જે બાદ રાખીના વીડિયોમાં અયાન મુખર્જી પણ જાેઈ શકાય છે.
રાખી સાવંત બાદમાં કરણ જાેહર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે, જે કોઈની સાથે વાતોમાં મશગુલ હોય છે. કરણ સહેજ પણ રાખી પ્રત્યે ધ્યાન આપતો નથી અને તેની અવગણના કરે છે. જાે કે, આ વાતથી નિરાશ ન થઈને રાખી સાવંત જુનિયર એનટીઆર પાસે જાય છે અને તેને અભિનંદન પાઠવે છે.SSS