RRR ઓસ્કારમાં સામેલ થાય તેવી પૂરે પૂરી શક્યતા?“
શું એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આરઆરઆરને ઓસ્કાર મળશે ? શું જુનિયન એનટીઆર અને રામ ચરણ જોડીને નોમિનેશન મળશે?
આ સમયે દરેક વ્યક્તિ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યો છે. પરંતુ શા માટે અચાનક લોકો ઓસ્કાર અને આરઆરઆર વિશે ઘણા પ્રશ્નો પૂછવા લાગ્યા? ખરેખર, અમેરિકાની મીડિયા કંપની વેરાયટીએ ઓસ્કાર માટે વિવિધ કેટેગરીમાં નોમિનેટ થનારી ફિલ્મોની સંભવિત યાદી જાહેર કરી છે.
વેરાયટી અનુસાર, ભારતીય બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહેલી ફિલ્મ ‘આરઆરઆર’ તેના ગીત ‘દોસ્તી’ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થઈ શકે છે.
એમએમ કીરવાની દ્વારા રચિત આ ગીત ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની મિત્રતા પર આધારિત છે. વેરાયટીમાં એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સના “ધીસ ઈઝ એ લાઈફ”, મેવેરિક દ્વારા “હોલી મુ હેન્ડ” અને ટ‹નગ રેડ દ્વારા “નોબડી લાઈક યુ” જેવા ગીતો પણ શ્રેષ્ઠ મૂળ ગીતોની શ્રેણીમાં સામેલ છે.