હવે છેક જાપાન સુધી RRRએ ડંકો વગાડ્યો
મુંબઈ, ઓસ્કર વિજેતા ફિલ્મ આરઆરઆરની સફળતાનો સિલસિલો હજુ પણ યથાવત છે. બે વર્ષ બાદ પણ આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દેશ જ નહીં વિદેશોમાં પણ તેની દિવાનગી છે. જાપાનમાં તો આરઆરઆરનો એટલો ક્રેઝ છે કે હવે તેનુ રૂપાંતરણ મ્યૂઝિકલ પ્લેના રૂપમાં કરવામાં આવ્યું છે.
આ જોઈને નિર્દેશક એસએસ રાજામૌલીની ખુશીનો પાર નથી રહ્યો. એસ એસ રાજામૌલી હાવ જાપાનમાં છે. આરઆરઆરના મ્યૂઝિકલ પ્લેના રૂપાંતર દરમિયાન તેમને સ્ટેડિંગ ઓવેશન આપવામાં આવી અને આખુ થિએટર તાલીઓના અવાજથી ગૂંજી ઉઠ્યું.
રાજામોલીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી છે. રાજામૌલીના નિર્દેશનમાં બનેલી આરઆરઆરને જાપાનના દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે અને તે ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારૂ કલેક્શન કર્યું. હજુ પણ જાપાની દર્શકોની વચ્ચે આ ફિલ્મની દિવાનગી ઓછી નથી થઈ રહી.
રિલીઝના લગભગ બે વર્ષ બાદ જાપાનની ૧૧૦ વર્ષ જુની સંગીત થિએટર કંપની તાકારઝુકાએ આ ફિલ્મ પર મ્યૂઝિક પ્લેનું રૂપાંતર કર્યું. રાજામૌલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફોટો શેર કર્યા છે.
રાજામૌલીએ લખ્યું, આ ખૂબ જ સન્માનની વાત છે કે અમારી ફિલ્મ ઇઇઇ ૧૧૦ વર્ષ જુની તાકારઝુકા કંપનીએ મ્યૂઝિકલના રૂપમાં રૂપાંતરિત કરી છે. ફિલ્મની જેમ જ ઇઇઇના નાટકને પ્રેમ આપવા માટે દર્શકોનો ખૂબ ખૂબ આભાર. તમારી પ્રતિક્રિયામાં અભિભૂત છું. શોમાં દેખાયેલ બધી મહિલાઓની ઉર્જા પ્રતિભાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.SS1MS