રૂ.૧૦૦૦ કરોડની ફિલ્મ પ્રભાસ માટે નવાઈની વાત નથીઃ બચ્ચન
મુંબઈ, નાગ અશ્વિનની ‘કલ્કિ ૨૮૯૮ એડી’ બોક્સ ઓફિસ પર બહુ સારી ચાલી રહી છે, જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા કલાકારોએ બહુ સારું કામ કર્યું છે. આ ફિલ્મની સફળતા બાદ અમિતાભ બચ્ચન પોતે પ્રભાસના ફેન બની ગયા છે.
છે. ફિલ્મની ટીમ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં બોક્સ ઓફિસ પર ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની સફળતા તેમના માટે પ્રભાસ કરતાં કઈ રીતે અલગ છે, અને તેમના માટે આ કઈ રીતે મહત્વનું છે તે અંગે વાત કરે છે. આ ફિલ્મમાં અમિતાભ અશ્વત્થામાનું પાત્ર ભજવે છે.
તેમણે કહ્યું,“અમારી ફિલ્મ કલ્કિને ૧૦૦૦ કરોડથી પણ વધુ કમાણી સુધી પહોંચે તેટલી સરાહના અને સપોર્ટ આપવા માટે બધાં જ અદભૂત લોકોનો હું ખુબ આભારી છું. તે ઉપરાંત હું મારી સાથે આ ફિલ્મમાં જોડાયેલાં કલાકારો કમલ હાસન, પ્રભાસ, દીપિકા, જેમણે મને તેમની સાથે કામ કરવાનું ગૌરવ અપાવ્યું, તેમનો પણ આભાર માનવા માગુ છું.”
આગળ તેમણે કહ્યું, “પ્રભાસ માટે આ કદાચ રોજનું હશે, કારણ કે એની ઘણી ફિલ્મોએ ૧૦૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ મારા માટે, હું કલ્કિ જેવા એક વિશાળ પ્રોજેક્ટનો ભાગ હોવાથી બધાનો ઋણી છું. હું આ ફિલ્મ ચાર વખત જોઈ ચૂક્યો છું અને દરેક વખતે મને કશુંક નવું જોવા મળ્યું છે, કશુંક એવું જે પહેલી વખતમાં હું ચૂકી ગયો હોઉં.”
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કમલ હસને અમિતાભ બચ્ચનના વખાણ કર્યા હતાં. તેણે કહ્યું,“મને સમજાતું નથી કે મારે તેમને એક પીઢ કલાકાર ગણવા કે કોઇ નવો કલાકાર. તેમણે એ રીતે આ ફિલ્મ કરી છે. એવું લાગે છે કે ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી છે.
હવે એવું ન પૂછશો કે એક સફેદ વાળવાળો માણસ એ કઈ રીતે માણે છે. આ ફિલ્મ તમને એવા બાળકની યાદ અપાવે છે જે દરેક પુખ્ત વ્યક્તિની અંદર રહેલું છે. આ એક બહુ સારો પ્રયત્ન છે, અને હું આ ફિલ્મનો ભાગ બનીને બહુ ખુશ છું. હું ખુશ છું કે આ સફર હજુ આગળ વધવાની છે.”SS1MS