Western Times News

Gujarati News

કંબોડિયન ગેંગ અને રશિયન નાગરીક દ્વારા ડિજીટલ એરેસ્ટનું ષડયંત્રઃ ત્રણ ઝડપાયા

HDFC બેન્કના મેનેજર દ્વારા ૪૦ કરોડનું મનિ લોન્ડરીંગ કર્યું છે જેમાં તમને ૧૦ ટકા લેખે કમિશન મળ્યું છે.

ડિજિટલ એરેસ્ટનું રેકેટ ચલાવતા રશિયન સહિત ત્રણ ઝડપાયા-અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી સફળતા- રશિયન પૂણેથી અને બીજા બે આરોપીઓને દિલ્હીથી ટ્રાન્સફરને આધારે અમદાવાદ લવાશે. 

અમદાવાદ, સાયબર ક્રાઈમમાં સૌથી વધારે ડિજિટલ એરેસ્ટ કરી લાખો-કરોડો રૂપિયા પડાવનારી ગેંગ સક્રિય છે. ડિજિટલ એરેસ્ટના મામલે સાવચેત રહેવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અપીલ કરી હતી. સાયબર ગઠિયાઓ વિવિધ મોડસ ઓપરેન્ડી કરીને ડિજિટલ એરેસ્ટના નામે સિનિયમ સિટીઝનથી લઈને યંગસ્ટર્સ સુધીના લોકોના લાખો-કરોડો રૂપિયા હડપ કરી રહ્યા છે. Rs 17 Lakhs cheating Digital arrest case; Russian accused nabbed

ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે રશિયન નાગરિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગઠિયાઓએ થોડા સમય પહેલાં ફરિયાદી પાસેથી ૧૭ લાખ રૂપિયા હડપ કરી લીધા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બે આરોપીઓ ડિજિટલ એરેસ્ટના કેસમાં જેલમાં હતા, જ્યારે રશિયન નાગરિક લોકોને છેતરી રહ્યો હતો.

અજાણ્યા શખ્સોએ પૂર્વયોજિત કાવતરું ઘડીને અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનને ફોન કર્યો હતો અને પોતે કસ્ટમ વિભાગના દિલ્હી ખાતે આવેલા હેડકવાર્ટરમાંથી ઈન્સ્પેકટર બોલું છું. તેવી ઓળખ આપી હતી. સિનિયર સિટીઝનને ગઠિયાએ ફોન પર કહ્યું હતું કે, તમે જે પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું છે. તેનો ટ્રેકિંગ આઈડી નં.આઈએનડી ૬૮૩પ૪૬૧૭ર૦, જેનો ટ્રાન્ઝેકશન આઈડી નં.૪૦૧૮૧૧૭પ૯૬૬૦ છે.

આ પાર્સલમાં ૧૬ બોગસ પાસપોર્ટ તથા પ૮ ડેબિટ કાર્ડ અને ૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ મળી આવતા તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. ગઠિયાએ સિનિયર સિટીઝનને કહ્યું હતું કે, તમારી ઈન્કવાયરી કરવા માટે આધાર કાર્ડ તથા બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન કરવાનું છે.

આ સાથે તેણે જણાવ્યું હતું કે, દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના નકલી પોલીસની ઓળખ બતાવી ફરિયાદ કરવાના બહાના હેઠળ એચડીએફસી બેન્કના મેનેજર દ્વારા ૪૦ કરોડનું મનિ લોન્ડરીંગ કર્યું છે જેમાં તમને ૧૦ ટકા લેખે કમિશન મળ્યું છે. આ તમામ કાંડ ભેગા હોવાથી એરેસ્ટ વોરંટ અને એરેસ્ટ સીઝર વોરંટ અને કોન્ફિડેન્સિયલ એગ્રીમેન્ટના લેટર મોકલી વોટ્‌સએપ પર મોકલી આપ્યા છે.

ગઠિયાએ ઓનલાઈન બેન્ક એકાઉન્ટ વેરિફાઈ કરીને લીગલાઈઝેશનના અલગ અલગ બહાના હેઠળ સિનિયર સિટીઝનના રૂ.૧૭,૦૦,૦૦૦ પડાવી લીધા હતા. સિનિયર સિટીઝનને ચીટિંગ થઈ ગયું હોવાની ખબર પડતાં તેમણે તરત જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે તરત જ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

એન્ટોલિય મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરાઈ છે. રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે કબજો મેળવ્યો છે. એન્ટોલિય વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો અને બાદમાં સતત ભારત આવતો હતો.

વર્ષ 2024માં 3 વાર ભારત આવી ચૂક્યો છે. આ ગુનામાં સામેલ મહેફૂઝઆલમ શાહ અને નદીમખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી. નદીમ અગાઉ ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ કેસમાં સંડોવાયેલા બે શખ્સો જેલમાં છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે બન્ને શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમની સાથે એક રશિયન વ્યક્તિ પણ જોડાયેલી છે. સાયબર ક્રાઈમ પોલીસે રશિયનની પણ ધરપકડ કરી છે. રશિયનની ધરપકડ બાદ સામે આવ્યું છે કે કંબોડિયન ગેંગ દ્વારા સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. ત્રણની ધરપકડ બાદ હજુ બીજા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.