Coronaમાં માતા-પિતા ગુમાવનારી છોકરીઓને લગ્ન સમયે ૨ લાખ રૂપિયાની સહાય
ગાંધીનગર, ૨૦૨૦માં ગુજરાત સહિત દેશભરમાં જાેવા મળેલી કોરોના મહામારીની બે તીવ્ર લહેરને કોઈ ક્યારેય નહીં ભૂલી શકે. આ એ જ કાળમુખો સમય હતો જેણે સેંકડો લોકોનો ભોગ લીધો હતો અને કેટલાય બાળકોએ સાવ નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયાનો ગુમાવવાનો વારો આવ્યો હતો. Rs 2 lakh assistance at the time of marriage to girls who lost their parents in Corona
આવા અનાથ બાળકોને સરકારે દત્તક લીધા હતા અને હવે કોવિડ-૧૯માં એક અથવા બંને પેરેન્ટ્સ ગુમાવનારી ૧૭,૧૨૦ છોકરીઓ માટે સ્કિમ બહાર પાડી છે, જે મુજબ તેમના લગ્ન સમયે તેમને ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
સરકારી આંકડા અનુસાર પાલક માતા-પિતા યોજના હેઠળ ૮ હજાર છોકરીઓને સહાય જ્યારે અન્ય ૯,૧૨૦ છોકરીઓને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સહાય આપવામાં આવશે.
ગત અઠવાડિયે પોતાના બજેટ ભાષણમાં, રાજ્યના નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત કરી હતી, જેમાં પાલક માતા-પિતા સહાય યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ છોકરીઓને લગ્ન સમયે ૨ લાખની સહાય માટે ૨૦૨૩-૨૪માં ૨૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, બંને યોજના અંતર્ગત સહાય પૂરી પાડવામાં આવતી લગભગ ૧ હજાર છોકરીઓ દર વર્ષે લગ્ન યોગ્ય ઉંમરે પહોંચશે. ‘આમ આ હેતુ માટે ૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ દર વર્ષે યથાવત્ રહેશે’, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે ઉમેર્યું હતું કે, સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર થકી આપવામાં આવશે. પાલક માતા-પિતા યોજના હેઠળ કુલ ૮ હજાર છોકરીઓને સહાય આપવામાં આવી રહી છે. તેમાંથી ૬,૧૫૮ની ઉંમર ૧૫ વર્ષની આસપાસ જ્યારે ૧,૮૪૨ની ૧૬થી ૧૮ વર્ષની વચ્ચે છે.
આ રીતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કુલ ૯,૧૨૦ છોકરીઓને સહાય મળી રહી રહે છે. તેમાંથી ૬,૯૫૮ની ઉંમર ૧૫ વર્ષની આસપાસ જ્યારે ૨,૧૬૨ છોકરીઓની ઉંમર ૧૬થી ૧૮ વર્ષ વચ્ચેની છે.SS1MS