Fraud:મહિલાના બેંક ખાતામાંથી રૂા.૪૯ હજાર ઉપડી ગયા
છાપી, વડગામ તાલુકાના કોદરાલી ગામની મહીલાની જાણ બહાર તેના બેક ખાતામાંથી રૂા.૪૯,૯૯૯ ઉપડી ગયાં હતા. સમગ્ર ઘટનાને લઈ બેક અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બાબતે મહીલાએ છાપી પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના કોદરાલી ગામમાં રહેતી ગીતાબેન વિમલકુમાર બારોટ છાપી ખાતે આવેલ બેક ઓફ બરોડામાં બચત ખાતું ધરાવે છે. અને ઓનલાઈન લેવડ-દેવડ કરતા હતા. દરમ્યાન મહીલાના ખાતામાં કુલ રૂા.પ૦,૦૩૮નું બેલેન્સ પડેલ હતું
જે દરમ્યાન તેઓના મોબાઈલ પર મેસેજ આવેલ જેમાં રૂા.૪૯,૯૯૯નો ઉપાડ થયાનું જણાઈ આવતાં મહીલા સાયબર ક્રાઈમનો ભોગ બની હોવાનું જણાઈ આવતા છાપી બેકમાં આવી તપાસ કરતા
મહીલાના ખાતામાંથી એરટેલ પેમેન્ટ બેકના (Airtel Payment Bank) મોબાઈલ નંબર ૮૭૯૭૯પ૦૮૬૧ વાળાના ખાતામાં ટ્રાન્સફર થયાની જાણ થતાં મહીલાએ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ ઉપર જાણ કરી છાપી પોલીસ મથકે ઓનલાઈન ઠગાઈની અજાણ્યા મોબાઈલ નંંબર ૮૭૯૭૯પ૦૮૬૧ વાળા વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી.
કોદરાલી ગામની મહીલાની જાણ બહાર ખાતામાંથી ઓનલાઈન રૂા. ૪૯,૯૯૯ ટ્રાન્સફર થયાં હતાં. મહીલાની જાણ બહાર ખાતામાંથી ઓનલાઈન રૂા.૪૯,૯૯૯ ઉપડી જવાની ઘટનાને લઈ છાપી બેંક મેનેજર દ્વારા હેડ ઓફીસમાં જાણ કરી સમગ્ર બાબતે તપાસ હાથ ધરી રકમ પાછી મળે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.