Western Times News

Gujarati News

રૂ. ૭.૯ કરોડની કિંમતનું લાલ ચંદન વચમાં દટાઈ ગયું

નવી દિલ્હી, મુંબઈમાં ડિરેક્ટોરેટ આૅફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ૭.૯ કરોડ રૂપિયાની કિંમતનું ૮ મેટ્રિક ટન લાલ ચંદન જપ્ત કર્યું છે. આ ચંદન ગ્રેનાઈટ માર્બલ સ્લેબની જેમ નિકાસ કરવામાં આવતું હતું. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.

એજન્સી અનુસાર, પોલીસે જણાવ્યું કે નવી મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટમાં ચેકિંગ માટે એક કન્ટેનરને રોકવામાં આવ્યું હતું. આ પછી ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટે નિકાસકાર, કમિશન બ્રોકર, વેરહાઉસ મેનેજર અને ટ્રાન્સપોર્ટર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.કન્ટેનરમાં પોલીશ્ડ ગ્રેનાઈટ સ્લેબ અને સિમેન્ટની ઈંટોની નીચે છુપાયેલું ૬ ટન લાલ ચંદન હતું. તેલંગાણાના અહમદનગર, નાસિક અને હૈદરાબાદમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, નાસિકમાં બે ટન લાલ ચંદન જપ્ત કરવામાં આવ્યું છે.

ચંદનનું આ કન્સાઈનમેન્ટ આગામી દિવસોમાં એક્સપોર્ટ થવાનું હતું.પકડાયેલ લાલ ચંદન ગ્રેનાઈટ માર્બલના સ્લેબની આડમાં નિકાસ કરવાનું હતું.

આ મામલે બાતમીદાર પાસેથી બાતમી મળતાં કન્ટેનરને ન્હાવા શેવા ખાતે જેએનપીટી ખાતે રોકીને તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરની શોધ દરમિયાન, પોલીશ્ડ ગ્રેનાઈટ સ્લેબ અને સિમેન્ટની ઈંટો મળી આવી હતી, જેની નીચે લાલ ચંદન છુપાયેલું હતું.આ પછી ટીમે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરી.

પૂછપરછ બાદ ટીમે અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં નાશિકમાં બે ટન લાલ ચંદન મળી આવ્યું હતું. આ પણ નિકાસ માટે રાખવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે લાલ ચંદન સીટીસ સંમેલન હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે અને કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ હેઠળ તેની નિકાસ પર પ્રતિબંધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.