RSSના પ્રમુખ મોહન ભાગવત કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ
નાગપુર: દેશમાં કોરોનાની બીજી લહેર વિસ્ફોટક સાબિત થઇ છે ,કોરોનાના કેસો સંક્રમિત થવાના કેસો ઝડપથી વધી રહ્યાં છે મહારાષ્ટ્રમાં કોરોનાની સોથી ભયાનક સ્થિતિથી છે . અનેક સેલિબ્રીટીઓને કોરોના થઇ ગયો છે ફિલ્મી દુનિયા સહિત રાજકીય ક્ષેત્રમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે .આરએસએસના પ્રમુખ મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે તેમને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.આઅએસએસના પ્રમુખ મોહન ભાગવતને કોરોના પોઝેટીવ આવતાં તેમને નાગપુરની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે
નાગપુરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬ હજાર ૪૮૯ નવા કેસો સામે આવ્યાં છે અને ૬૪ લોકોની કોરોના સંક્રમણના કારણે મૃત્યું નિપજ્યું છે. નાગપુરમાં કુલ કોરોના કેસો ૨ લાખ ૬૬ હજાર ૨૨૪ સુધી પહોંચી ગયોં છે જે ચિંતાજનક બાબત છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સારવાર માટે નાગપુરની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા છે. હૉસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે ભાગવતને કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે. તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં તેમની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નાગપુર, પુણે અને મુંબઈ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. આ દરમિયાન પીએમ મોદીએ ગુરુવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને રાજ્યોને કોરોના સામે લડવા માટે કેટલાક ઊપાયો સૂચવ્યા હતા.
હાલ કોરોના મહામારી સામે લડવા માટે દેશમાં યુદ્ધના ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે. મોહન ભાગવત કોરોના સંક્રમિત થયાની જાણકારી આરએસએસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉક્ટર મોહન ભાગવત આજે બપોરે કોરોના પૉઝિટિવ થયા છે. તેમને હાલ કોરોનાના સામાન્ય લક્ષણો છે, સામાન્ય તપાસ અને તકેદારીના ભાગરૂપે તેમને નાગપુરની કિંગ્ઝવે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.