RSSની તુલના તાલિબાનની સાથે કરાતા કોર્ટમાં પિટીશન

File Photo
લખનૌ, આરએસએસની તુલના તાલિબાન સાથે કરનારા બોલીવૂડના ગીતકાર જાવેદ અખ્તર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે લખનૌ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.
જાેકે આ પિટિશન પરની સુનાવણી કોર્ટે ૧૬ સપ્ટેમ્બરે રાખી છે. સુનાવણી બાદ નક્કી કરાશે કે જાવેદ અખ્તર સામે કેસ ચલાવવો કે નહીં.
સ્થાનિક એડવોકેટ પ્રમોદ પાંડેયે પોતાની અરજીમાં કહ્યુ છે કે, આરએસએસ એક દેશભક્ત સંગઠન છે અને હું પોતે તેનો સભ્ય છું.
આ સંગઠનની તાલિબાન સાથે સરખામણી કરવી તે એક પ્રકારનો અપરાધ છે. કારણકે તાલિબાન આતંકવાદનો પૂરાવો છે. જાવેદ અખ્તરે જે પ્રકારની ટિપ્પણી કરી છે તેનાથી મારી આસ્થા પર પ્રહાર થયો છે. ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તરે કહ્યુ હતુ કે, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જેવા સંગઠનો પણ તાલિબાનથી કમ નથી. તેમને પણ જાે તે તક મળે તો તાલિબાન જેવો વ્યવહાર કરી શકે છે.HS