Western Times News

Gujarati News

RSS કાર્યાલય અને નેતાઓ પર થઈ શકે છે આતંકી હુમલો

નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવર સંઘના કાર્યાલય સાથે-સાથે સંગઠનના નેતાઓને વૈશ્વિક આતંકી સંગઠનો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. તેનો ખુલાસો ગૃપ્તચર એજન્સી ઈન્ટેલિંજન્સ બ્યૂરોએ પોતાના હાલના ઈનપુટ્સમાં કર્યો છે. આ ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલ માટે ઈમ્પ્રોવાઈસ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ(IED) અથવા વિસ્ફોટકથી ભરેલા વાહનનો ઉપયોગ થઈ શકે છે. આ હુમલો મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાનમાં થઈ શકે છે.

 

આ મહિને જાહેર કરવામાં આવેલા નવા ઈનપુટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ વૈશ્વિક આતંકી સંગઠન સાથે જોડાયેલા અજાણ્યા વ્યક્તિ આવનારા દિવસોમાં IED અથવા VB-IEDનો ઉપયોગ કરી RSS કાર્યાલયો અને નેતાઓ અને પોલીસ સ્ટેશનોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.