નાગપુરમાં RSS ચીફ મોહન ભાગવતને મળશે પ્રધાનમંત્રી મોદી- આ છે કારણ?

PM મોદી અને RSS ચીફ ભાગવત વચ્ચે ૩૦મીએ મહત્વની મુલાકાત
(એજન્સી)અમદાવાદ, પીએમ મોદી ૩૦મી માર્ચે ગુડી પડવાને દીવસે નાગપુરની મુલાકાતે જવાના છે. તેઓ નાગપુરમાં RSS ચીફ મોહન ભાગવતને મળશે.
મોદી સંઘના બીજા સરસંઘચાલક માધવ સદાશીવ ગોલવલંકરનાં નામથી બનનારી આંખની હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરની શિલારોપણ વિધી કરશે.
વડાપ્રધાન બન્યા પછી પીએમ મોદીનો આઅ પહેલા નાગપુર પ્રવાસ છે. તેઓ સંઘના સ્થાપક ડો. હેડગેવારને શ્રધ્ધાંજલી આપવા દીક્ષાભુમી પણ જશે. આ અગાઉ મોદી અને ભાગવત ર૦ર૩અને ર૦ર૪માં રામમંદીરના ભુમીપુજન અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વખતે એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા.
મોદી જો રેશમબગખાતે હેડગેવાર સ્મૃતિ ભવનની મુલાકાત લેશે તો આવું કરનારા દેશના પહેલાં પીએમ હશે. મોદી અને ભાગવતની મુલાકાત એવા સમયે થઈ રહી છે.
જયારે સંઘની પ્રતીનીધી સભા ર૧થી ર૩માર્ચ વચ્ચે યોજાઈ ગઈ હશે. આ બેઠકમાં દશેરાના દિવસે સંઘની સ્થાપનાને ૧૦૦ વર્ષ પુરાથઈ રહયા છે. તેની કાર્યયોજના નકકી કરાશે.
મોદી અને ભાગવત વચ્ચે મુલાકાત પછી ભાજપના નવા પક્ષ પ્રમુખના નામની જાહેરાત એપ્રીલના પહેલા અઠવાડીયામાં થવાની સંભાવના છે.