Western Times News

Gujarati News

રાજસ્થાનમાં ૧૪ દિવસ લોકડાઉન:ગુજરાતની તમામ સરહદ સીલ

રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્ર્મણને લઈ રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થતા કોરોનાની ચેઇન તોડવા જરૂરી બનતા રાજસ્થાન સરકારે આવતીકાલ 10 મેં થી 24 મેં સુધી 14 દિવસ નું લોકડાઉનનો આદેશ કર્યો છે, જેના પગલે રાજ્યની સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે


તેમજ. અતિ આવશ્યકતા વાળાઓને જરૂરી દસ્તાવેજો ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાશે અને તેમાં પણ ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ પોતાના કોરોનાના RT- PCR ટેસ્ટ નેગેટિવ બતાવા ફરજીયાત કરવામાં આવ્યા છે રાજસ્થાનમાં પ્રવેશ મેળવનાર વ્યક્તીએ ૧૪ દિવસ ફરજીયાત હોમકોરન્ટાઇન રહેવું પડશે હાલ તમામ સરહદો પર રાજસ્થાન પ્રશાશને ટિમો તૈનાત કરી રાજસ્થાનમાં પ્રવેશ કરતા વાહનચાલકોનું સઘન ચેકીંગ હાથધર્યું છે જો કે વાહનોનો ટ્રાફિક પણ નહીવત જોવા મળ્યો હતો

રાજસ્થાન રાજ્યને અડીને આવેલ તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દેવામાં આવી છે એટલુ જ નહીં રાજસ્થાન રોડવેઝની એસ.ટી બસ તેમજ ગુજરાત એસ.ટી નિગમની બસોને પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જયારે ખાનગી વાહનોને અતિ આવશ્યકતા વાળાઓને જરૂરી દસ્તાવેજો ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાશે અને તેમાં પણ ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ પોતાના કોરોનાના RT- PCR ટેસ્ટ નેગેટિવ બતાવા ફરજીયાત રહેશે, જે લોકો જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તો તેમણે રાજસ્થાનમાં ૧૪  દિવસ માટે કોરોનટાઇનમાં રેહવું પડશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક પુરવાર થતા કોરોનાની ચેઇન તોડવા લોકડાઉનને સરકારનું અતિ આવશ્યક પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે ગુજરાતની સરહદ ચેકપોસ્ટ ઉપર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.