RTEના ત્રીજા રાઉન્ડ બાદ પણ ૭૩૫૪ જગ્યા ખાલી

File
ગાંધીનગર, RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા અંગેનો ત્રીજાે રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ ૭૩૫૪ જેટલી જગ્યા ખાલી હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ નબળા વર્ગના પરીવારના બાળકોને નિશુલ્ક પ્રવેશ આપવાની કામગીરી ત્રીજા રાઉન્ડમાં પૂર્ણ થઇ છે.
ત્યારબાદની ખાલી જગ્યાઓ ભરવા ગરીબ પરિવારના બાળકોને વધુ એક તક આપવામાં આવી છે અને ત્રીજા રાઉન્ડ બાદ પણ ખાલી પડેલ જગ્યાને ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
RTE પ્રવેશ માટેના ચોથા રાઉન્ડ અન્વયે જાે વિદ્યાર્થીઓ શાળાની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા.૧૯/૦૬/૨૦૨૨ થી તા.૨૧/૦૬/૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરી અને એપ્લીકેશન નંબર તથા જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો.
RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડની કામગીરી પૂર્ણ થતા ખાલી રહેલી ૭૩૫૪ જગ્યાઓમા જે બાળકોને પ્રવેશ મળ્યો નથી અને જે બાળકો ફળવાયેલી શાળામાં ફેરફાર કરાવવા ઇચ્છતા હોય તેઓ ૧૯/૦૬/૨૦૨૨ થી ૨૧/૦૬/૨૦૨૨ દરમિયાન ઇ્ઈ ના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુનઃ પસંદગીની જરૂરી પ્રક્રિયામાં સહભાગી થઇ શકશે.આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટિ્વટ કરીને માહિતી આપી છે.
ટિ્વટના મધ્યમથી માહિતી આપતા રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડની કામગીરી પૂર્ણ થતા ખાલી રહેલી ૭૩૫૪ જગ્યાઓમા જે બાળકોને પ્રવેશ મળ્યો નથી અને જે બાળકો ફળવાયેલી શાળામાં ફેરફાર કરાવવા ઇચ્છતા હોય તેઓ ૧૯/૦૬/૨૦૨૨ થી ૨૧/૦૬/૨૦૨૨ દરમિયાન RTE ના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુનઃ પસંદગીની જરૂરી પ્રક્રિયામાં સહભાગી થઇ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, RTE હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ગુજરાતની કુલ ૯૯૫૫ ખાનગી શાળાઓમાં કુલ ૭૧,૩૯૬ જેટલી જગ્યાઓ ઉપલબ્ધ કરાઇ હતી. જે યોજનાના પ્રથમ રાઉન્ડમાં ૫૮,૩૪૭ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ નિયત કરાવ્યો હતો. આ બાદ બીજા રાઉન્ડમાં ૪૫૪૮ જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્રીજા રાઉન્ડમાં ૧૧૪૭ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.ત્યારબાદ હજુ પણ૭૩૫૪ જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.SS3KP