RTE ના છ વર્ષની ઉંમરના સુધારા સામે વાલીઓનો વિરોધ કરી નોટિફિકેશન રદ્દ કરવાની માંગ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: RTE ના નવા છ વર્ષના નોટિફિકેશનના કારણે સ્કુલ મેનેજમેન્ટ એલ.કે.જી તથા યુ.કે.જી એડમીશન આપતા ન હોવાનો આક્ષેપ કરી ભરૂચના વાલીઓએ શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી છ વર્ષનો કરાયેલ સુધારો રદ્દ કરવાની માંગણી કરી હતી.
ગુજરાત RTE રૂલ્સ -૨૦૧૨ નિયમ ક્રમાંક નં.૩ માં કરવામાં આવેલ સુધારા થી બાળકોનું એક વર્ષ બગડે તેમ હોવાનું જણાવી તે સામે વિરોધ કરી વાલીઓએ શિક્ષણાધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર માં જણાવાયું છે કે જે બાળકો હાલ માં એલ.કે.જી તથા યુ.કે.જી માં એડમીશન લેવાના હોય અને સરકારના RTE ના કાઢેલ નોટીફીકેશન મુજબ જે બાળકોની ઉમર ૧ જુન – ૨૦૨૩-૨૪ માં ૬ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને જ ઘોરણ- ૧ માં એડમીશન RTE હેઠળ આપવાનું જણાવાયું છે.
તેવા સંજોગોમાં જેઓએ હાલમાં એલ.કે.જી તથા યુ.કે.જી માં એડમીશન લેવાનું હોય આ બાળકોને જુન -૨૦૨૩ / ૨૪ માં છ વર્ષ પૂર્ણ થતાં ન હોય જેથી જેથી હાલમાં તમારા બાળકોને એડમીશન નહી મળે તેમ શાળાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું.તેથી બાળકોનું ભવિષ્ય બગડે તેમ હોય અને એક વર્ષ ઉપરાંતનો સમયની રાહ જોવી પડે તેમ હોય જેથી બહાર પાડેલ નોટીફીકેશનમાં યોગ્ય ફેરવિચારણા કરી જરૂરી સુધારા વધારા કરી ૬ વર્ષનો નિયમ અસર કરતો હોય જેથી તેને તાત્કાલિક રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.