RTE ની આવક મર્યાદા વધતાં 15 દિવસમાં જ ડબલ ફોર્મ ભરાઈ ગયા છે

૧૫ દિવસમાં જ ડબલ ફોર્મ ભરાઈ ગયા છે અને હજુ આગામી ૧૫ દિવસોમાં આ આંકડો વધવાની શક્્યતા
RTE અંતર્ગત ૬ લાખની આવક મર્યાદામાં વધારો થતા પ્રવેશ માટે પડાપડી
અમદાવાદ, RTE હેઠળ પ્રવેશ માટેના ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી ૧૫ એપ્રિલ સુધી આ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન ચાલવાની છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઇ્ઈ અંતર્ગત પ્રવેશ માટે સરકાર દ્વારા આવક મર્યાદા ૬ લાખ સુધીની કરવામાં આવતા પ્રવેશ માટે વાલીઓનો ધસારો વધ્યો છે. કારણ કે ઇ્ઈ હેઠળ ૧૫ દિવસમાં જ ડબલ ફોર્મ ભરાઈ ગયા છે અને હજુ આગામી ૧૫ દિવસોમાં આ આંકડો વધવાની શક્્યતા છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (ઇ્ઈ) અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ માટે નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળામાં ધોરણ ૧માં પ્રવેશ આપવાની પ્રક્રિયા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં અંદાજે ૯૦ હજાર બેઠકો માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશની ફાળવણી કરવામાં આવી રહી છે.
જોકે પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાના અમુક દિવસમાં જ સરકાર દ્વારા ઇ્ઈ માં પ્રવેશ માટે આવક મર્યાદા ૬ લાખ કરવામાં આવી. જેને લઈને આખી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવી. કારણ કે અગાઉ ઇ્ઈ માં પ્રવેશ માટે શહેરી વિસ્તાર માટે ૧ લાખ ૫૦ હજાર હતી જ્યારે ગ્રામ્ય માટે ૧ લાખ ૨૦ હજાર હતી.
પરંતુ આવક મર્યાદા ૬ લાખ સુધીની કરવામાં આવતા ઇ્ઈ પ્રવેશ માટે ધસારો વધ્યો છે. માત્ર ૧૫ દિવસોમાં જ અમદાવાદમાં પ્રાથમિક ધોરણ ૧ માં પ્રવેશ માટે ૩૧ હજાર ફોર્મ ભરાઈ ગયા છે. જેની સામે અમદાવાદ ખાનગી શાળાઓમાં ધોરણ ૧ માં માત્ર ૧૪ હજાર ૬૦૦ બેઠકો જ છે.
એટલે કે માત્ર ૧૫ દિવસોમાં જ બમણાં ફોર્મ ભરાયાં છે. અને હજુ આ પ્રવેશ પ્રક્રિયા ૧૫ એપ્રિલ સુધી ચાલવાની છે ત્યારે હજુ ઘણા એવા વાલીઓ છે કે જેઓને ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા વાલીઓને આવકનો દાખલો કઢાવવાનો બાકી છે કે પછી એ કાર્ય પ્રોસેસમાં છે ત્યારે હજુ બાકીના ૧૫ દિવસમાં આ ફોર્મ ભરાવાની સંખ્યામાં વધારો થશે તે નક્કી છે.
અમદાવાદ જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇ્ઈ માં પ્રવેશ માટે આવક મર્યાદા છ લાખની કરવાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે સમય મર્યાદા પણ વધારવામાં આવી હતી એટલે હજુ ૧૫ એપ્રિલ સુધીનો સમય વાલીઓ પાસે છે. ત્યારબાદ જે ફોર્મ ભરાઈને આવશે તેની ચકાસણી કરવામાં આવશે અને તેની સ્ક્રુટિની પણ કરવામાં આવશે. અને ત્યારબાદ નિયમ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.