RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ચોથા રાઉન્ડમાં વધુ ૧,૦૭૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો RTE admission 2022-23
અમદાવાદ, આરટીઇ પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ અંતર્ગત નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડ માટે તા.૧૯ જૂન થી ૨૧જૂન-૨૦૨૨ દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી યોજવામાં આવી હતી, જે અંતર્ગત વધુ ૧,૦૭૨ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવ્યો છે એમ નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકની યાદીમાં જણાવાયું છે.
A further 1072 undergraduate were admitted in the fourth round under RTE admission 2022-23
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આરટીઇ એસીટી ૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડના અંતે એકંદરે કુલ ૬૪,૦૪૨ જેટલાં વિદ્યાર્થીઓએ જે તે શાળાઓમાં રૂબરૂ જઈ પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે.
ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ ઉપર વધુને વધુ નબળા તથા વંચિત જૂથના બાળકોને આરટીઇ એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહેલાં અને માન્ય અરજી ધરાવતા ૧,૦૩,૫૩૨ અરજદારોને ચોથા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃપસંદગીની તક તા. ૧૯-૦૬-૨૦૨૨થી તા. ૨૧-૦૬-૨૦૨૨ દરમિયાન આપવામાં આવી હતી.HS3KP